ડ્રામા ક્વિન રાખી સાવંતે મલાઇકા અરોરાની ખુલ્લેઆમ ઉડાવી મજાક, મલાઇકાની વોકિંગ સ્ટાઇલની બેઇજ્જતી કરવા પર લોકો પણ ભડક્યા- જુઓ વીડિયો
મલાઇકા અરોરાની ચાલની મજાક ઉડાવવી રાખી સાવંતને પડી ભારે, ટ્રોલ કરી નેટિજન્સે કર્યા તીખા સવાલ
ડ્રામા ક્વિનના નામથી મશહૂર અભિનેત્રી રાખી સાવંત હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ઘણા સમયથી તે પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં છે. રાખી છેલ્લા કેટલાક મહિનાઓથી પતિ આદિલ દુર્રાની ને લઇને લાઇમલાઇટમાં છે. રાખીએ આદિલ પર ચોરી, છેતરપિંડી અને મારપીટ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આદિલ સાથેની કાનૂની લડાઈ વચ્ચે રાખી સાવંત સતત ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી તેની યાદમાં રડતી તો ક્યારેક તે રોઝા રાખતી જોવા મળી રહી છે.
જો કે, આ વખતે રાખી આદિલને કારણે નહીં પરંતુ બોલિવૂડ દિવા મલાઈકા અરોરાની નકલ કરવાને લઇને હેડલાઇન્સમાં છે. રાખી દરરોજ મુંબઈની ગલીઓમાં જોવા મળે છે, ત્યારે તેને ફરી એકવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. અહીં રાખી સાવંતે મલાઇકાની એવી નકલ કરી કે જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ. સેલિબ્રિટી પેપરાજી વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં રાખી એ કહેતી જોવા મળે છે કે તેને મલાઈકા અરોરાનું વોક પસંદ છે અને પછી તે કેમેરામાં બી-ટાઉન દિવાનું વોક કરી પણ બતાવે છે.
આ વીડિયોમાં રાખી સાવંત મલાઈકાના વખાણ નથી કરી રહી. તેના બદલે ડ્રામા ક્વીન ગ્લેમ દિવાની મજાક ઉડાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાખી મલાઈકાની જેમ ચાલીને તેની મજાક ઉડાવી રહી છે, જેનાથી સોશિયલ મીડિયા યૂઝર્સનું માથું ફરી વળ્યું છે. ચાહકો આ વીડિયો પર કોમેન્ટ કરીને રાખી સાવંતને ટ્રોલ કરી રહ્યા છે. આટલું જ નહીં, કેટલાક ચાહકો તેને સવાલ કરી રહ્યા છે કે તે દુખમાં છે કે તે માત્ર ડ્રામા છે. રાખીનો આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સે તેને ખરાબ રીતે ટ્રોલ કરી હતી.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તારી માતાનું હમણાં જ અવસાન થયું છે, એવું નથી લાગતું કે તમે દુઃખી છો.’ બીજાએ લખ્યું, ‘તારી માતા જતી રહી, તમે પતિ બદલતા રહો છો, માતા સાચી હતી કે નહીં? તેમના મૃત્યુને કેટલો સમય થયો છે કે તમે આવી રીતે ડ્રામા કરવાનું ચાલી કરી દીધુ. એક અન્યએ લખ્યું, ‘દુનિયા રાખીની મજાક ઉડાવે છે અને તે મલાઈકાની મજાક ઉડાવે છે.’
View this post on Instagram
જો કે, ઘણા યુઝર્સે લખ્યું કે તેણે રોઝા રાખ્યો હતો અને તે આવી વસ્તુઓ કરી રહી છે. જણાવી દઇએ કે, હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘લોકઅપ’ની બીજી સીઝન માટે રાખી સાવંતનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી રાખી સાવંત કે શો તરફથી આ સમાચારને લઇને કોઇ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં નથી આવી.