સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેના ઘરે પહોંચી મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ... તસવીરો થઇ રહી છે વાયરલ... જુઓ - Chel Chabilo Gujrati

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેના ઘરે પહોંચી મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ… તસવીરો થઇ રહી છે વાયરલ… જુઓ

કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ તેની ખાસ બહેનપણીએ લીધી તેના ઘરની મુલાકાત, ચેહર માતાજીના કર્યા દર્શન.. જુઓ

કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટવાને થોડા દિવસો વીતી ગયા છે, તે છતાં હજુ તેમની ચર્ચાઓ ઠેર ઠેર થતી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈ આ અંગે કી સત્તાવાર જાહેરાત નથી કરી છતાં પણ આ વાત હવે કન્ફર્મ છે. કારણે કે બંનેએ પોત પોતાના સોશિયલ મીડિયા પરથી એક બીજા સાથેની તસવીરો પણ હટાવી દીધી છે.

ત્યારે કિંજલ દવે આ દરમિયાન પોતાના કામમાં પણ વ્યસ્ત છે અને કેટલીક જગ્યાએ તેના નિર્ધારિત કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહી છે. આ બધા વચ્ચે જ હવે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ તેના બહેન, જીજાજી અને ભાણેજ સાથે કિંજલ દવેના ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.

સામે આવેલી તસવીરોમાં કિંજલ દવે એક દમ સાદા લુકમાં જોવા મળી રહી છે. તેને જીન્સ અને ટી શર્ટ પહેર્યા છે. આ ઉપરાંત તે પોતાના ઘરમાં આવેલા ચેહર માતાજીના મંદિરની પાસે બેસીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. અન્ય એક તસ્વીરમાં પણ રાજલ અને કિંજલ બંને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

રાજલ બારોટે બીજી કેટલીક પણ તસવીરો શેર કરી છે. જેમાં રાજલ બારોટના બહેન અને જીજાજી તેમજ ભાણેજ ઉપરાંત કિંજલ દવેનો આખો પરિવાર પણ જોવા મળી રહ્યો છે. જેમાં તેનો ભાઈ આકાશ દવે પણ નજર આવી રહ્યો છે અને તેના પપ્પા લલિત દવે પણ સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.

કિંજલ દવે અને રાજલ બારોટ બંને ખુબ જ ખાસ મિત્રો છે અને પોતાની બેસ્ટ ફ્રેન્ડની સગાઈ તૂટવાની ખબર બાદ રાજલ બારોટની આ કિંજલ દવેના ઘરની મુલાકાત ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. કારણ કે આવા સમયે ખાસ મિત્રો જ સાથ આપતા હોય છે ત્યારે રાજલે પણ તેની ખાસ ફ્રેન્ડ કિંજલનો સાથ આપ્યો હતો.

રાજલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ કરીને જય ચેહર પણ લખી રહ્યા છે. તો ઘણા લોકો રાજલ બારોટ અને કિંજલ દવેની આ મિત્રતાના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે સગઁગાઈ તૂટ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની જાતને સ્ટ્રોંગ હોવાનું જતાવી રહી છે. ઘણા ચાહકો પણ તેની સગાઈ તૂટવાની ખબરને લઈને આઘાતમાં છે. ત્યારે કિંજલ પણ હવે તેના કેરિયરમાં વધુ ધ્યાન આપતી જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે.

Uma Thakor

disabled