કરિશ્મા કપૂરે આ ફિલ્મમાં આમિર ખાન સાથે આપ્યા હતા સૌથી લાંબા કિસિંગ સીન, જાણો કિસિંગ સીન વખતે કેમ ધ્રુજવા લાગી હતી અભિનેત્રી - Chel Chabilo Gujrati

કરિશ્મા કપૂરે આ ફિલ્મમાં આમિર ખાન સાથે આપ્યા હતા સૌથી લાંબા કિસિંગ સીન, જાણો કિસિંગ સીન વખતે કેમ ધ્રુજવા લાગી હતી અભિનેત્રી

જહાંગીર અને તૈમુરની માસીએ ૨૫ વર્ષ ખાન જોડે બધી શરમની હદ પર કરી દીધી હતી, જોઈ લો તસવીરો

આમિર ખાન અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ને 25 વર્ષ પૂરા થયા છે. 15 નવેમ્બર, 1996ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન ધર્મેશ દર્શને કર્યું હતું. અહેવાલોનું માનીએ તો આ ફિલ્મનું ફ્લોટ 1965ની ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’ પરથી લેવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં શશિ કપૂર અને નંદને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’નું બજેટ લગભગ 5.8 કરોડ હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને લગભગ 73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ માટે કરિશ્મા કપૂરને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં કરિશ્માએ આમિર ખાન સાથે જબરદસ્ત અને બોલ્ડ કિસિંગ સીન આપ્યા હતા. આ સીને તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

કરિશ્મા કપૂરે તે જમાનામાં આ સીન કરવાનો ખૂબ જ બોલ્ડ નિર્ણય લીધો હતો. તેણે આ સીન સાથે જોડાયેલી એક ઘટના જણાવી હતી. જો કે આ ફિલ્મ પછી કરિશ્મા અને આમિર કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા નહિ. એક ઈન્ટરવ્યુમાં કરિશ્મા કપૂરે કહ્યું હતું – ‘રાજા હિન્દુસ્તાની’ને લઈને ઘણી યાદો છે પરંતુ જ્યારે આ ફિલ્મ આવી ત્યારે લોકોમાં ‘કિસિંગ’ સીન વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ કદાચ તેઓ જાણતા નથી કે આ સીન શૂટ કરવામાં અમને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

અભિનેત્રીએ કહ્યું હતું કે- હું વિચારી રહી હતી કે ક્યારે આ સીન પૂરો થાય. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ‘ઉટી’માં ખૂબ ઠંડી હતી આ દ્રશ્ય સાંજે 6 વાગ્યે ફિલ્માવવામાં આવ્યું હતું અને ઠંડીને કારણે હું ધ્રૂજી રહી હતી. 1996ની બ્લોકબસ્ટર ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં લીડ અભિનેત્રી માટે કરિશ્મા કપૂર ડાયરેક્ટરની પહેલી પસંદ ન હોતી. ધર્મેશ દર્શને અગાઉ ઐશ્વર્યા રાયને આ ફિલ્મ ઓફર કરી હતી. પરંતુ ઐશ્વર્યા નક્કી કરી શકી ન હતી કે તે અભિનયમાં કારકિર્દી બનાવવા માંગે છે કે નહીં તેથી તેણે ના પાડી હતી.

આ પછી જૂહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે દિવસોમાં જૂહીની આમિર ખાન સાથે કોઈ વાતને લઈને અણબનાવ ચાલી રહ્યો હતો તેથી તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ પછી ડિરેક્ટરે પૂજા ભટ્ટને લેવાનું વિચાર્યું પરંતુ તે પણ ફિલ્મ કરી શકી નહીં.

આમિરે નિર્દેશકને એવી અભિનેત્રીને લેવા કહ્યું કે જેની સાથે તેણે સ્ક્રીન શેર ન કરી હોય અને ધર્મેશે કરિશ્મા કપૂરને સાઈન કરી હતી. ફિલ્મનું ગીત ‘તેરે ઈશ્ક મેં નાચેંગે…’માં આમિરને નશામાં બતાવવામાં આવ્યો હતો. આમિર ખાને આ ગીતમાં વાસ્તવિક લાગણી લાવવા માટે એક લિટર વોડકા પણ પીધું હતું.

આમિર ખાન પણ ‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મમાં કામ કરવા તૈયાર ન હોતો. પરંતુ દિગ્દર્શકે તેને કહ્યું કે ફિલ્મ વ્યવસાયિક રીતે સારી ચાલશે. ફિલ્મમાં આમિર-કરિશ્માના કિસિંગ સીનને બોલિવૂડ ફિલ્મનો સૌથી લાંબો કિસિંગ સીન માનવામાં આવે છે. આ સીન શૂટ કરતા પહેલા દિગ્દર્શક ચિંતિત હતા.

આ ફિલ્મમાં કરિશ્મા કપૂર તેના અભિનયની સાથે તેના મેકઓવર માટે પણ જાણીતી છે. આ ફિલ્મ માટે કરિશ્માને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ 4 કલાક 24 મિનિટની હતી પરંતુ તેને 2 કલાક 54 મિનિટની એડિટ કરવામાં આવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ટૂંક સમયમાં ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર લીડ રોલમાં છે.

Live 247 Media

disabled