સુહાગરાત પર આ સંસ્કારી અભિનેત્રીએ બધાની સામે કહી દીધી એવી વાત કે લોકોએ કરી બેન કરવાની માંગ, જાણો.... - Chel Chabilo Gujrati

સુહાગરાત પર આ સંસ્કારી અભિનેત્રીએ બધાની સામે કહી દીધી એવી વાત કે લોકોએ કરી બેન કરવાની માંગ, જાણો….

સંસ્કારી સાઉથની અભિનેત્રીએ ‘પહેલી રાત’ને લઇને આપ્યું આવું નિવેદન, બોલ્ડ સીન પર બોલી- સુહાગરાત પર લોકો…

કન્નડ અભિનેત્રી રચિતા રામ આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની ગઈ છે. તેના નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે અને તે જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠી છે. આ દિવસોમાં રચિતા તેની આગામી ફિલ્મ લવ યુ રચુના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તેણે સુહાગરાતની પહેલી રાતને લઈને એક નિવેદન આપ્યું છે, જેનાથી હંગામો મચી ગયો છે. રચિતાએ પોતાની ફિલ્મમાં બોલ્ડ સીન્સ કર્યા છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભિનેત્રીને ફિલ્મમાં તેના બોલ્ડ સીન વિશે પૂછવામાં આવ્યું હતું.

આ દરમ્યાન રચિતા રામે હનીમૂન પર એવું નિવેદન આપ્યું હતું જેનાથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હંગામો મચી ગયો હતો. રચિતા રામ તરફથી હવે માફીની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમના પર બેન કરવાની પણ વાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે રચિતા રામને પૂછ્યું કે, ‘તમે હનીમૂનમાં શું કર્યું હતું?’ તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તેણે ફિલ્મમાં સ્ક્રિપ્ટની ડિમાન્ડને કારણે તે સીન કર્યા હતા.

અભિનેત્રીએ કહ્યું, ‘અહીં ઘણા બધા લોકો પરણિત છે. મારો મતલબ કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. હું તમને પૂછું છું કે લગ્ન પછી લોકો શું કરે છે? એ લોકો રોમાન્સ કરતા હોય છે ને, એ જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. મેં આ સીન શા માટે કર્યા તેનું કારણ તમને ફિલ્મ જોઈને જ ખબર પડશે.

કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે કન્નડ ફિલ્મ અભિનેત્રીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. એટલું જ નહીં રચિતા રામ પર બેન મૂકવાની વાત પણ કરવામાં આવી છે. આ ચેમ્બરના પ્રમુખ તેજસ્વી નાગલિંગસ્વામીએ રચિતા રામના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે અભિનેત્રીના નિવેદનને રાજ્યની સંસ્કૃતિ અને રાજ્યની છબીને કલંકિત કરનારું ગણાવ્યું છે.

તેમણે કહ્યું કે આજ સુધી રાજ્યની તમામ પ્રમુખ અને દિગ્ગ્જ અભિનેત્રીઓએ આવું કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. રચિતા રામે હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસ વિશે પણ વધારે જાણતી નથી. તેણે પોતાની અભદ્ર વાતોથી ઈન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

એટલું જ નહીં તેજસ્વી નાગલિંગસ્વામીએ રચિતા રામની માફીની  માંગ કરી છે. તેણે કહ્યું છે કે જો અભિનેત્રી તેના નિવેદન માટે માફી નહીં માંગે તો તેની ફિલ્મો કર્ણાટકમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. આ સિવાય તે અભિનેત્રી વિરુદ્ધ કોર્ટમાં જશે અને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેન કરવાનો પ્રયાસ કરશે.

Live 247 Media

disabled