ખેતરમાં શાંતિથી ચરી રહી હતી બકરીઓ, ત્યારે જ એક અજગર ઘાત લગાવીને બેઠો અને પછી લાગ આવતા જ બકરીને લીધી ભરડામાં, પછી નાના છોકરાઓએ.. જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

ખેતરમાં શાંતિથી ચરી રહી હતી બકરીઓ, ત્યારે જ એક અજગર ઘાત લગાવીને બેઠો અને પછી લાગ આવતા જ બકરીને લીધી ભરડામાં, પછી નાના છોકરાઓએ.. જુઓ વીડિયો

બકરીને અજગરે લીધી પોતાના ભરડામાં, પછી ખેતરમાં જ જીવ બચાવવા માટે બકરી આમતેમ ભાગવા લાગી, ત્યારે જ ગામના છોકરાઓએ… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર તમે અજગરના શિકાર કરવાના ઘણા બધા વીડિયો જોયા હશે, જેમાં અજગર કોઈને પોતાના ભરડામાં લે તો તેની ચુંગલમાંથી છૂટવું લગભગ અશક્ય બની જાય છે. ભાગ્યે જ કોઈ શિકાર તેના ભરડામાંથી બચી શકે છે. જેના કારણે કેટલાક પ્રાણીઓ પણ અજગરથી દૂર જ રહેતા હોય છે. અજગર ઘણીવાર ખેતરમાં ઘુસી જાય છે અને નાના પ્રાણીઓ જેવા કે ઘેટાં, બકરા, શ્વાન, સસલાને પોતાનો શિકાર બનાવી લેતો હોય છે.

હાલ અજગરના એક એવા જ શિકારનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક અજગરે બકરીને પોતાના ભરડામાં લઇ લીધી છે અને બકરી પણ તેની ચુંગલમાંથી છૂટવાના પ્રયત્નો કરતી જોવા મળી રહી છે.  આ વીડિયો જોઈને ઘણા લોકોના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ છે આખરે આ બકરીનું શું થશે ? પરંતુ વીડિયોના અંત સુધીમાં તેનો જવાબ પણ મળી જાય છે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં અજગર બકરીને પોતાના ભરડામાં લેતો જોવા મળે છે. બકરી પીડાથી ચીસો પાડતી જોવા મળે છે. અજગર તેના શારીરિક બળથી બકરીને લે છે. પછી બકરી ગભરાઈને આમ તેમ દોડે છે.  અને પછી થોડી જ વારમાં ગામના બાળકો બકરીને અજગરના ચુંગાલમાંથી છોડાવવા સ્થળ પર પહોંચી જાય છે. ત્રણેય બાળકોએ બકરીને બચાવવા પોતાની બહાદુરી બતાવી હતી.

એક બાળકે પહેલા અજગરની પૂંછડી પકડી. પછી એક બાળક અજગરના માથા પર પ્રહાર કરે છે જ્યાં સુધી ત્રીજું બાળક તેના માથા પર નિયંત્રણ ન લે. ઘણી મહેનત પછી બાળકો બકરીને અજગરના બંને છેડેથી બહાર કાઢે છે. અજગરના ચુંગલમાંથી છૂટતાં જ બકરી ઝડપથી ભાગી જાય છે. બકરીને મુક્ત કર્યા પછી, ત્રણ બાળકો અજગરને પકડીને તેમના હાથમાં લઈ જાય છે.  વીડિયો જોઈને લોકો આ બાળકની બહાદુરીની પ્રસંશા કરી રહ્યા છે.

Uma Thakor

disabled