300 કરોડ કરતા વધારેની કમાણી કરનાર "પુષ્પા" ફિલ્મમાં કામ કરવા માટે અલ્લુ અર્જુનથી લઈને રશ્મિકા સુધીના આ કલાકારોએ લીધી છે આટલી ફીસ - Chel Chabilo Gujrati

300 કરોડ કરતા વધારેની કમાણી કરનાર “પુષ્પા” ફિલ્મમાં કામ કરવા માટે અલ્લુ અર્જુનથી લઈને રશ્મિકા સુધીના આ કલાકારોએ લીધી છે આટલી ફીસ

ભારતના કરોડો લોકોમાં રાજ કરતા આ ફિલ્મના સ્ટાર્સને કેટલી ફી લીધી હશે? કોઈ દિવસ વિચાર્યું ચાલો આજે જાણી લઈએ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા’ની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. ફિલ્મનો ડાયલોગ ‘પુષ્પા… ફલાવર નહીં, આગ હૈ મેં’ લોકોની જીભ ઉપરથી હટવાનું નામ નથી લઇ રહ્યો. દરેક જગ્યાએ ફિલ્મના ગીતોનો નશો છે, જે ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર સારી રીતે જોવા મળે છે. અત્યાર સુધી 300 કરોડની કમાણી કરનાર આ ફિલ્મે બોલિવૂડના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની કમાણીનો દોર હજુ પણ ચાલુ છે. આ ફિલ્મ એટલી હિટ રહી હતી, એટલે એ પણ સ્વાભાવિક છે કે તેને બનાવવામાં પણ કરોડોનો ખર્ચ થયો હશે. આ સાથે તેમાં કામ કરતા સ્ટાર્સ પણ તેમની મહેનત બદલ મોટી રકમ વસૂલ કરશે.

1. અલ્લુ અર્જુન
સૌથી પહેલા વાત કરીએ આ ફિલ્મ અને તેના લીડ હીરો અલ્લુ અર્જુન વિશે. લોકો તેની નેચરલ એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી, રફ એન્ડ ટફ લુક જોઈને કન્વિન્સ થયા. એક રિપોર્ટ અનુસાર, પહેલા અલ્લુને ફિલ્મના પ્રોફિટનો હિસ્સો મળવાનો હતો, પરંતુ બાદમાં આ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે અભિનેતાને ફી તરીકે 50 કરોડ રૂપિયા મળ્યા છે.

2. રશ્મિકા મંદાના:
‘નેશનલ ક્રશ’ બનેલી રશ્મિકા મંદાનાની પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી. તેમની નિર્દોષતા અને દિલધડક શૈલીએ લોકોના દિલ જીતી લીધા હતા. પુષ્પા ફિલ્મની અંદર રશ્મિકા “શ્રીવલ્લી”ના રોલમાં જોવા મળી હતી. એક રિપોર્ટ અનુસાર રશ્મિકાએ આ ફિલ્મ માટે 8-10 કરોડ રૂપિયા લીધા છે.

3. સામંથા રૂથ પ્રભુ
સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુ ફિલ્મના આઈટમ નંબર ‘ઓ અંતવા’માં જોવા મળી હતી અને આ એક ગીતમાં તેણે આખી લાઇમ લાઈટ લૂંટી લીધી હતી. આ ગીત હાલમાં ટોચના ગીતોની યાદીમાં પોતાની જગ્યા જમાવી રહ્યું છે. અભિનેત્રીએ આ ગીત માટે 1.5 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી છે.

4. ફહદ ફાસીલ
મલયાલમ એક્ટર ફહાદ ફાસીલ પોતાનામાં એક મોટું નામ છે. તેણે ‘પુષ્પા’માં પોલીસ ઈન્સ્પેક્ટર ‘ભંવર સિંહ શેખાવત’ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની અંદર ફહદનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો છે, સાથે પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં પણ દર્શકો ફહદને જોવા માટે આતુર છે. તેણે આ ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયા ફી લીધી હતી.

5. દેવી શ્રી પ્રસાદ:
‘પુષ્પા’ ગીતોની લોકપ્રિયતા પાછળ સંગીતકાર દેવી શ્રી પ્રસાદનો હાથ છે. તેણે આ ફિલ્મના હિન્દી વર્ઝનના ગીતો ભૂષણ કુમારની ટી-સિરીઝ સાથે રજૂ કર્યા છે. સંગીતકાર દેવી શ્રી પ્રસાદે ‘પુષ્પા’ માટે 3.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

6. અનસૂયા ભારદ્વાજ:
અભિનેત્રી અનસૂયાનો ફિલ્મમાં દમદાર રોલ છે. મૂવીમાં અનસૂયાને એક ભયાનક મહિલાના રોલમાં બતાવવામાં આવી છે, જે બદલો લેવા માટે પોતાના પતિની હત્યા કરતા અચકાતી નથી. તેણે દરરોજના શૂટિંગ માટે 1.5 થી 2 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.

7. સુકુમાર:
પુષ્પા’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. તેણે અગાઉ સાઉથની ઘણી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અલ્લુ અર્જુનને ફિલ્મ ‘આર્યા’થી ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મળી હતી અને તેનું નિર્દેશન સુકુમારે કર્યું હતું. આ સિવાય તેણે ‘મહેશ બાબુ ઇન નંબર 1’ અને ‘જગદમ’ જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુકુમારને ‘પુષ્પા’ માટે 25 કરોડ રૂપિયાની ફી મળી છે.

Uma Thakor

disabled