ટીવીની પાર્વતીએ પુલમાં કરી મસ્તી, ગરમાગરમ ફિગર જોઈને ભલભલાની આંખોને ચક્કર આવી જશે - Chel Chabilo Gujrati

ટીવીની પાર્વતીએ પુલમાં કરી મસ્તી, ગરમાગરમ ફિગર જોઈને ભલભલાની આંખોને ચક્કર આવી જશે

ટીવી જગતની જાણીતી અભિનેત્રી પૂજા બનર્જી ‘દેવો કે દેવ મહાદેવ’ ટીવી શો માં પાર્વતીના કિરદાર દ્વારા ઘરે ઘરે ફેમસ બની ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કહાની હમારે મહાભારત કી દ્વારા કરી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે સીરિયલમાં પાર્વતીનો રોલ કરનારી પૂજા અસલ જીવનમાં ખુબ  જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે. આવો તો જાણીએ પૂજાની અમુક અજાણી વાતો અને જોઈએ તેની આકર્ષક તસવીરો.

6 ફેબ્રુઆરી 1987 ના રોજ કલકત્તામાં જન્મેલી પૂજા  સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોએ પૂજાને પાર્વતીના કિરદારમાં ખુબ પસંદ કરી હતી. પૂજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની એકથી એક ગ્લેમર તસવીરોથી ભર્યું પડ્યું છે.પૂજાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને પોતાના વેકેશનની પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

એવામાં એકવાર ફરીથી પૂજાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. તસ્વીરોમાં પૂજાએ લાઇમ નિયોન કલરની બિકીની પહેરી રાખી છે અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહી છે. પુજાએ આ આઉટફીટમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેલ્ફી લેતી દેખાઈ રહી છે. તસ્વીરોમાં પૂજાએ ગળામાં મંગલસૂત્ર પણ પહેરી રાખ્યું છે. તસવીરો શેર કરીને પૂજાએ કેપ્શનમા લખ્યું કે,”જસ્ટ ચિલિંગ”. પૂજાની આ સિઝલિંગ અને હોટ તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને તેની તસ્વીર પર સો હોટ, ગોર્જીયસ, આગ લગાવી દીધી વગેરે જેવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

પૂજાએ વર્ષ 2021 માં અભિનેતા કૃણાલ વર્મા સાથે લગ્ન કર્યા હતા, જો કે તે પહેલા પણ તે લગ્ન કરી ચુકી હતી.  એપ્રિલ 2020 માં તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. જેના પછી તેણે ધામધૂમથી પણ લગ્ન કર્યા હતા. શૂટિંગ સેટ પર પૂજા અને કૃણાલની પહેલી મુલાકાત થઇ હતી. પૂજાએ જણાવ્યું કે તે શો માં મુખ્ય કિરદાર તરીકે હતી અને તે જ સમયે કૃણાલ સ્ક્રીનિંગ આપવા માટે આવ્યો હતો.

બંનેને પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો.ખુબ ઓછા લોકો જાણતા હશે કે પૂજા માત્ર 15 વર્ષની ઉંમરે ઘર છોડીને  ભાગી ગઈ હતી. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને નાની ઉંમરે પ્રેમ થઇ ગયો હતો અને તેને લાગ્યું કે તેનો પ્રેમી જ તેના માટે બધું જ છે. જો કે આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને તે ફરીથી ઘરે આવી ગઈ હતી અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં લાગી ગઈ હતી.

જણાવી દઈએ કે પૂજા કસૌટી ઝીંદગી કી-2માં પણ જોવા મળી હતી. શો માં અનુરાગ બાસુની બહેન નિવેદિતા બાસુના કિરદારમાં પૂજા બનર્જીને એક એપિસોડ માટે 66 હજાર જેટલી ફી મળે છે.પૂજા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.આગળના દિવસોમાં પૂજાએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે લાલ રંગના લહેંગા, બ્રાઇડલ જવેલરીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

દીકરીના જન્મ પર પૂજાએ શાનદાર પોસ્ટ ઇન્સ્ટા એકઉન્ટ પર શેર કરી હતી. તસવીર શેર કરીને પૂજાએ લખ્યું હતું કે,” સના એસ સેજવાલને હેલો કહો.12 માર્ચે અમારા ઘરે જન્મેલી નાની રાજકુમારી. તારા નાના પગલાએ અમારા મન અને ઘરને પ્રેમથી ભરી દીધું છે. મમ્મી પપ્પા તરફથી અઢળક પ્રેમ. સંદીપ સેજવાલ અને @falgunikharwaphotography  ને ખુબ ખુબ આભાર જેણે મારી સનાની આવી સુંદર તસ્વીર કૈપ્ચર કરી છે”.

પૂજા અત્યાર સુધીમાં ઘણા ટીવી શોમાં જોવા મળી ચુકી છે પણ તેને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.આ સિવાય પૂજા બંગાળી, તેલુગુ અને નેપાળી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય દેખાડી ચુકી છે અને એક આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.

yc.naresh

disabled