જ્યારે આખરી સમયે તૂટી ગઈ હતી પ્રિયંકા ચોપરાની ઝીપ, કોઈ અનહોની થાય તે પહેલા આવી રીતે સંભાળ્યો મામલો

હે ભગવાન….પ્રિયંકા સાથે જગજાહેર ન થવાનું થઇ ગયું- જુઓ તસવીરો

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ બોલીવુડથી લઈને હોલીવુડમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. પ્રિયંકાએ બોલીવુડની એકથી એક શાનદાર ફિલ્મમાં કામ કર્યું છે. પ્રિયંકા છેલ્લી વાર ફરહાન અખ્તર સાથેની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકમાં જોવા મળી હતી. પ્રિયંકાના જીવન આધારિત પૂસ્તક અનફિનિશ્ડ ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે. આ પુસ્તક સાથે જોડાયેલો એક કિસ્સો પ્રિયંકાએ શેર કર્યો છે.

આ ઘટના વર્ષ 2019માં કાન્સ ફેસ્ટિવલના દરમિયાન પ્રિયંકા સાથે બની હતી, જેને લીધે તે ખુબ જ ડરી ગઈ હતી. આ ફેસ્ટિવલની તસ્વીરો પણ પ્રિયંકાએ શેર કરી હતી અને જણાવ્યું કે કેવી રીતે તે આ સમયે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી બચી ગઈ હતી.

આ ફેસ્ટિવલમાં પ્રિયંકાએ રૉબર્ટો કાવેલી દ્વારા ડિઝાઇન કરેલું બ્લેક શિમરી ગાઉન પહેરી રાખ્યું હતું. આ ડ્રેસની ઝીપ અચાનક જ તૂટી ગઈ અને ટીમના સભ્યોએ રસ્તામાં જ વેન્યુ સુધી પહોંચતા પહેલા આ ડ્રેસની સોઈ-દોરાથી સિલાઇ કરી હતી, આ કામ માટે ટિમ પાસે માત્ર પાંચ જ મીનીટનો સમય હતો.

પ્રિયંકાએ કહ્યું કે,”હું બહારથી તો એકદમ રિલેક્ષ અને ખુશ દેખાઈ રહી હતી પણ અંદરથી હું એકદમ ગભરાયેલી હતી.આ સુંદર ડ્રેસની ઝીપ તૂટી ગઈ હતી, અને અંત સમયે ટિમએ તેની સિલાઈ કરી હતી અને હું ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી બચી ગઈ હતી”.પ્રિયંકા સાથે બનેલી આ ઘટનાનો ઉલ્લેખ તેના પુસ્તકમાં પણ કરેલો છે. જેમાં તેના જીવનના અન્ય કિસ્સોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

After post

disabled