પ્રિયંકા ચોપરા થઇ Oops મોમેન્ટનો શિકાર, બ્રાલેસ ડ્રેસમાં વારંવાર કેમેરા સામે સરખી કરતી આવી નજર- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

પ્રિયંકા ચોપરા થઇ Oops મોમેન્ટનો શિકાર, બ્રાલેસ ડ્રેસમાં વારંવાર કેમેરા સામે સરખી કરતી આવી નજર- જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. પ્રિયંકા ઘણીવાર તેની બોલ્ડનેસથી લોકોને પાગલ બનાવે છે, પણ ક્યારેક તે વધુ બોલ્ડ દેખાવાના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ જતી હોય છે.

થોડા દિવસ પહેલા જ્યારે પ્રિયંકા પતિ નિક સાથે પેરિસ ફેશન વીકમાં વેલેન્ટિનો ફોલ 2023 શોમાં હાજરી આપવા પહોંચી ત્યારે ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું. આ દરમિયાન પ્રિયંકા પતિ નિક સાથે તેની રોમેન્ટિક કેમિસ્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચતી જોવા મળી હતી. પણ પ્રિયંકાએ જે પિંક કફ્તાન ડ્રેસ પહેર્યો હતો તેના કારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ.

પ્રિયંકાએ આ આઉટફિટ સાથે પ્રિયંકાએ મેચિંગ પેન્ટ બૂટ પહેર્યા હતા. આ લુકની ઘણી તસવીરો પ્રિયંકાએ 6 માર્ચે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ લુક સાથે તેણે તેના હાથમાં પિંક રંગની મીની બકેટ બેગ લીધી હતી. તેના ઓવરઓલ લુકથી પ્રિયંકા બધાનું દિલ જીતી રહી હતી.

ત્યાં આ દરમિયાન નિક જોનાસ બ્લેક પેન્ટ કોટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. પ્રિયંકા તેના પતિ નિકનો હાથ પકડીને ઈવેન્ટમાં પહોંચી હતી અને બધાની નજર કપલની કેમેસ્ટ્રી પર ચોંટી ગઈ.બંનેએ એકબીજાના હાથ અને આલિંગનમાં રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Thibaud Salducci (@thibaudsalducci)

કેમેરાની સામે જ તે ડ્રેસ સરખો કરતી વખતે પરેશાન જોવા મળી રહી હતી. જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. બાદમાં કપલે દિલ્હી અને મુંબઈમાં બે રિસેપ્શન પણ યોજ્યા હતા. કપલે ગયા વર્ષે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા તેમની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, પ્રિયંકાની હાલમાં જ ‘લવ અગેઇન’ 12 મેના રોજ યુએસ થિયેટરોમાં રિલીઝ થઇ છે. નિકે આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. અભિનેત્રી રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત વેબ સીરિઝ ‘સિટાડેલ’માં પણ જોવા મળી છે. આ સીરિઝ પ્રાઈમ વીડિયો પર છે. પ્રિયંકા આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળવાની છે.

https://youtube.com/shorts/CY0hJb6xe6I?feature=share

 

Live 247 Media

disabled