પ્રિયંકા ચોપરાએ પહેર્યો એટલો અજીબ જાળીદાર ડ્રેસ કે મુશ્કેલીથી બચાવી લાજ, બધાની વચ્ચે જાહેરમાં ઉપ્સ મોમેન્ટ થઇ ગઈ

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાના અભિનય અને ખૂબસુરતીનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના અદભૂત અભિનય ઉપરાંત અભિનેત્રી તેની શાનદાર ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે અને જ્યારથી તેણે હોલીવુડમાં પગ મૂક્યો છે ત્યારથી તેની શૈલીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે.આજના સમયમાં પ્રિયંકા ચોપરાને ગ્લોબલ સ્ટાર કહેવામાં આવે છે. તેણે પોતાની મહેનતથી દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી વિદેશમાં રહીને સ્ટાઈલ સાથે બિલકુલ સમાધાન કરતી નથી. તેના એક કરતાં વધુ ડ્રેસ આજના ફેશન દિવા માટે પ્રેરણારૂપ છે.

હાલમાં જ પ્રિયંકા ચોપરાની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે જોઈને તમને નવાઈ લાગશે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરાનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. પ્રિયંકાએ બ્લેક બોડીકોન સ્ટાઈલિશ ડ્રેસ પહેર્યો છે, જેમાં એક બાજુથી ઘણી જ ઊંચી કટ છે. તેમજ શિમરી નેટ પણ લગાવેલ છે. પ્રિયંકાનો આ આઉટફિટ એકદમ રિવિલિંગ છે. પ્રિયંકા ચોપરાના આ લુકને લોકોએ જોયો કે તરત જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

કારણ કે આ દરમિયાન અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવાથી માંડ માંડ બચી હતી. જો કે, તેણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેના બોલ્ડ ડ્રેસને કેરી કર્યો હતો અને સ્ટાઇલિશ પોઝ પણ આપ્યા હતા. તેણે પોતાના હાથ વડે પાછળનો ભાગ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમ કરતી વખતે તેની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એક માહિતી અનુસાર પ્રિયંકા ચોપરા આ ડ્રેસમાં એક એવોર્ડમાં શોમાં હાજરી આપવા પહોંચી હતી. જ્યાં તેની સાથે આ ઘટના બની હતી.

‘સિટાડેલ’ અને ‘મેટ્રિક્સ 4’ સિવાય પ્રિયંકાની પાસે હોલીવુડના બીજા ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. આ સિવાય તે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે. આમાં તે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે પહેલીવાર સાથે જોવા મળશે.

After post

disabled