પોતાના પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી પ્રિયંકા ચોપરા, કરવાની હતી એવું કામ કે જાણીને તમે પણ રહી જશો હેરાન - Chel Chabilo Gujrati

પોતાના પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી પ્રિયંકા ચોપરા, કરવાની હતી એવું કામ કે જાણીને તમે પણ રહી જશો હેરાન

બોલિવુડની ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડાના ચાહકો દુનિયાભરમાં છે. પ્રિયંકાએ તેના અભિનયના દમ પર બોલિવુડથી લઇને હોલિવુડ સુધી નામ બનાવ્યુ છે. પ્રિયંકાએ અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે અને તે લગ્ન પછી ભારતમાં ઓછી રહે છે પરંતુ અવાર-નવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. હાલ તે તેના બેબીને લઈને ચર્ચામાં છે, નિક અને પ્રિયંકા હાલમાં જ પેરેન્ટ્સ બન્યા છે અને તેમના ચાહકો પણ તે વાતની ખુશી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ થોડા સમય પહેલા જ તેનુ પહેલુ પુસ્તક “ધ અનફિનિશ્ડ” રિલીઝ કર્યુ છે. આ પુસ્કમાં પ્રિયંકાએ તેના જીવનના અનેક રાજ ખોલ્યા છે. તેમાં તેણે સારી અને ખરાબ બંને પળોને શેર કરી છે. પ્રિયંકા ચોપડા 13 વર્ષની ઉંમરમાં અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ત્યાં તે તેની માસી કિરણ સાથે રહેતી હતી. 9માં ધોરણમાં પ્રિયંકાએ એક છોકરાને ડેટ કરવાનું શરૂ કર્યુ. તેણે તેના પુસ્તકમાં તેનું નામ બોબ જણાવ્યુ છે.

પ્રિયંકાએ જણાવ્યુ કે, બોબ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને ફૂટબોલનો પણ સારો ખેલાડી હતો. બોબમાં ઘણી સારી ખૂબીઓ હતી અને તે જ કારણથી સ્કૂલમાં છોકરીઓ તેના સપના જોતી હતી. પ્રિયંકાની માસીએ તેને કોઇ પણ છોકરાને ડેટ નહિ કરવાની સખ્ત વોર્નિંગ આપેલી હતી. પ્રિયંકાએ તેની માસીથી બચવાનો પણ રસ્તો શોધી કાઢયો હતો. બોબ સાથે વાત કરતા પહેલા પ્રિયંકાએ બોબની બહેન સાથે વાત કરી.

બોબની બહેન પ્રિયંકાના લેન્ડલાઇન નંબર પર ફોન કરતી હતી અને પછી બોબને આપતી હતી. પ્રિયેકાએ કહ્યુ કે, એકવાર માસીએ છૂપી રીતે એક્સટેંશન લાઇન પર રિસીવર ઉઠાવ્યો હતો પરંતુ પ્રિયંકાએ રિસીવર ઉઠાવવાનો અવાજ સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો. પ્રિયંકાએ કહ્યુ કે, બોબ ખૂબ રોમેન્ટિક હતો. તેણે પ્રિયંકાને ગિફ્ટમાં ચેન આપી હતી. બોબે તેની ગોલ્ડ ચેન ઉતારીને પ્રિયંકાને પહેરાવી દીધી હતી. પ્રિયંકા તો તેનાથી લગ્ન કરવા પણ તૈયાર હતી.

પ્રિયંકાએ લખ્યુ, એક દિવસ હું અને બોબ કાઉચ પર બેઠા હતા અને ટીવી જોઇ રહ્યા હતા. અચાનક બારીમાંથી મે મારી માસીને સીડીઓ ચઢીને ઉપર આવતી જોઇ. હું ગભરાઇ ગઇ. એ સમયે બપોરના 2 વાગ્યા હતા. તે તેમના પાછા આવવાનો સમય ન હતો. બોબને બહાર નીકાળવા માટે કોઇ રસ્તો ન હતો. એટલે એ અને હું ભાગ્યા અને રૂમમાં જતા રહ્યા. મેં તેને મારા કબાટમાં છૂપાડી દીધો.

આ દરમિયાન પ્રિયંકાની માસી આવી અને બધા જ રૂમને ધ્યાનથી જોવા લાગી. હું મારા પલંગ પર બેઠી હતી અને મારા હાથમાં બાયોલોજીની પુસ્તક હતી. તે મારા રૂમના દરવાજા પર આવી અને કહ્યુ કે આને ખોલ. મેં પૂછયું કોને ખોલું, તો તેમણે કહ્યુ તારું કબાટ ખોલ. હું ડરને કારણે ધ્રુજવા લાગી. તે પહેલા મે મારી માસીને કયારેય પણ આવી ગુસ્સામાં જોયા ન હતા. મેં દરવાજો ખોલ્યો અને સામે બોબ હતો.

તેણે આગળ લખ્યુ કે, ત્યાર બાદ માસીએ મારી મમ્મીને ફોન કર્યો અને કહ્યુ કે, હું વિશ્વાસ નથી કરી શકતી કે તે મારી સામે જૂઠ્ઠુ બોલી. કબાટમાંથી એક છોકરો નીકળીને બહાર આવ્યો. પ્રિયંકાની માતા મધુ ચોપડાએ માસીની આ વાત પર કોઇ ખાસ નારાજગી જતાવી નહિ અને એ વાતનો અફસોસ જતાવ્યો કે પ્રિયંકા પકડાઇ ગઇ. મધુ ચોપડાની આ વાત પર નારાજ પ્રિયંકાની માસીએ તેને તેના મામાની પાસે મોકલી દીધી.

પ્રિયંકા તે બાદ પણ ઇ-મેઇલ મારફતે બોબ સાથે કનેક્ટ રહેતી. પ્રિયંકાના મામાને ખબર પડી ગઇ હતી કે તે ઘરના કમ્પ્યુટરથી બોબને ઇ-મેઇલ કરે છે. તે બાદ પ્રિયંકા સ્કૂલની લાઇબ્રેરીથી બોબને ઇ-મેઇલ કરવા લાગી. જો કે, થોડા દિવસો બાદ પ્રિયંકાને ખબર પડી કે બોબ તેની ખાસ મિત્રને ડેટ કરવા લાગ્યો છે. ત્યાર બાદ પ્રિયંકાનું દિલ તૂટી ગયુ અને તેણે બોબ સાથે સંપર્ક ખત્મ કરી લીધો.

Uma Thakor

disabled