કિસ કરી પ્રિયંકા ચોપરાએ કર્યુ નવા વર્ષનુ સ્વાગત, નિક જોનસે પણ સાત જન્મ સુધી સાથે રહેવાનો કર્યો વાયદો - Chel Chabilo Gujrati

કિસ કરી પ્રિયંકા ચોપરાએ કર્યુ નવા વર્ષનુ સ્વાગત, નિક જોનસે પણ સાત જન્મ સુધી સાથે રહેવાનો કર્યો વાયદો

2021ની રાત્રે સેલેબ્સે નવા વર્ષનું પોતપોતાની શૈલીમાં સ્વાગત કર્યું. સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પણ પોતાની સુંદર તસવીર પોસ્ટ કરીને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. 2022 માં ડેબ્યૂ સાથે દેશી ગર્લ અને નિક જોનાસની રોમેન્ટિક તસવીરે તેમના ચાહકોનો દિવસ બનાવી દીધો છે. નિક જોનાસે ઈન્સ્ટાગ્રામ પર તેની અને પ્રિયંકા ચોપરાની રોમેન્ટિક તસવીર શેર કરી છે. ફોટામાં પ્રિયંકા અને નિક બંનેએ સફેદ કપડા પહેર્યા છે. પ્રિયંકા ચોપરાને કિસ કરતી વખતે નિક જોનાસે લખ્યું કે ‘માય ફોરએવર ન્યૂ યર કિસ.’

આ પહેલીવાર નથી જ્યારે નિક જોનાસે તેની લેડી લવ પર પ્રેમ દર્શાવ્યો હોય. આ પહેલા તેણે ક્રિસમસ સેલિબ્રેશન પર પ્રિયંકા ચોપરા સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. આ સુંદર તસવીરમાં પ્રિયંકા ચોપરા નિક જોનાસના ખોળામાં બેઠેલી જોવા મળી હતી અને નિક જોનાસ તેને કિસ કરતો જોવા મળ્યો હતો. પ્રિયંકા અને નિકની સુંદર તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે ફેન્સે નિક અને પ્રિયંકાને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી છે.

નવા વર્ષ પર નિક જોનાસે શેર કરેલ આ રોમેન્ટિક ફોટો પ્રિયંકાના ફેન પેજ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટો પર પ્રિયંકા અને નિકના ફેન્સ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘તમે બંને ખૂબ જ અદ્ભુત લાગો છો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘Awwwww તમે બંને ખૂબ જ સુંદર લાગો છે.’ જણાવી દઇએ કે, વર્ષ 2021 પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ માટે શાનદાર રહ્યું છે. જ્યારે નિક જોનાસ તેના તમામ કાર્યક્રમોમાં વ્યસ્ત હતો, ત્યારે પ્રિયંકા ચોપરા પાસે પણ પ્રોજેક્ટ્સની કોઈ કમી નહોતી. જ્યારે તેના કેટલાક પ્રોજેક્ટ્સ રિલીઝ થયા છે, ત્યાં ઘણા એવા છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેની ફિલ્મ The Matrix Resurrections બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે.

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રિએક્શન્સ’ને લઈને ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’માં સતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રિયંકાનો રોલ ભલે નાનો હોય, પરંતુ તે ઓછા સમયમાં પણ ચાહકો પર ઊંડી છાપ છોડવામાં સફળ રહી. ઘણા લોકોએ પ્રિયંકાને તેના નાના રોલ પર ટ્રોલ કરી હતી. પણ અભિનેત્રી ક્યાં ચૂપચાપ બેસી રહેવાની હતી? તેમણે લોકોની વિચારસરણી નાની કહીને બધાને જડબાતોડ જવાબ પણ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)

Live 247 Media

disabled