પ્રિયંકા ચોપરાએ ખોલ્યા પર્સનલ જીવનના અનેક રહસ્યો, લગ્ન પહેલા આ વિચિત્ર કામ કરેલું - Chel Chabilo Gujrati

પ્રિયંકા ચોપરાએ ખોલ્યા પર્સનલ જીવનના અનેક રહસ્યો, લગ્ન પહેલા આ વિચિત્ર કામ કરેલું

અરે બાપ રે, આ શું??? દેશી પ્રિયંકાએ લગ્ન પહેલા કર્યું હતું આ કામ

બોલીવુડની દેશી ગર્લ એવી પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતની ઓળખ બનાવી ચુકી છે.  હાલ પ્રિયંકા પતિ સાથે અમેરિકામાં જ રહે છે પણ તે કામને લીધે ભારત આવતી જતી રહે છે. પ્રિયંકાના જીવન આધારિત પુસ્તક ‘અનફિનીષ્ડ’અમુક સમય પહેલા જ બહાર પડ્યું છે, ત્યારથી લઈને પ્રિયંકાના જીવન આધારિત અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રિયંકાને પૂછવામાં  આવ્યું કે તેણે આ બુક શા માટે લોન્ચ કરી તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે,”મને ઘણીવાર એવું લાગે છે કે હું અમુક બાબતોને કોઈને જણાવી નથી શકતી, માટે આ પુસ્તક દ્વારા હું મારી ફીલિંગ્સ લોકો સુધી પહોંચાડી શકીશ”.

પ્રિયંકાએ આ પુસ્તક 2018માં લખવાનું શરૂ કર્યું હતું,  જેમાં તેના જીવન આધારિત અનેક ખુલાસાઓ દર્શાવેલા છે, આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાની જીવનશૈલી, કારકિર્દીથી લઈને પતિ નિકના પણ અમુક ખુલાસાઓ કર્યા છે.

પ્રિયંકાએ કહ્યું કે એક દિવસ નિક તેના ઘરે આવ્યા હતા અને તે પ્રિયંકાની માં ને લંચ પર લઇ જવા માંગતા હતા, જો કે આ વાત પ્રિયંકાને બિલકુલ પણ ન ગમી અને તેણે સિક્યોરિટી ગાર્ડને તેની પાછળ જાસૂસી કરવા મોકલ્યો હતો, કેમ કે તે જાણવા માંગતી હતી કે આખરે બંને કરી શું રહ્યા છે!

પ્રિયંકાએ પોતાના એક બોયફ્રેન્ડ વિશે પણ જણવ્યું હતું. પ્રિયંકા જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેનો ‘બૉબ’  નામનો એક બોયફ્રેન્ડ હતો અને તે તેને ઘરે મળવા માટે આવ્યો હતો, જ્યારે બંને રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેની માસીનો અવાજ આવ્યો અને પ્રિયંકા ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે બૉબને અલમારીમાં છુપાવી દીધો હતો.

yc.naresh

disabled