વિદેશી મર્દ સાથે પરણી જનાર પ્રિયંકા સુધરે એમ નથી, એવું બોલ્ડ ટોપ પહેર્યું કે જોતા જ રહી જશો - Chel Chabilo Gujrati

વિદેશી મર્દ સાથે પરણી જનાર પ્રિયંકા સુધરે એમ નથી, એવું બોલ્ડ ટોપ પહેર્યું કે જોતા જ રહી જશો

બોલીવુડની દેસી ગર્લ એવી પ્રિયંકા ચોપરાને કોઈ ઓળખની જરૂર નથી. પ્રિયંકાએ બોલીવુડથી લઈને હોલીવુડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. જ્યારથી પ્રિયંકાએ લગ્ન કર્યા છે ત્યારથી તે મોટાભાગે પોતાના લોસ એન્જેલસ ઘરમાં  જ રહે છે, જો કે તે કામ માટે ભારત આવતી-જતી રહે છે. પ્રિયંકા-નિક સેરોગેસી ટેક્નિક દ્વારા માતા પિતા બની ચુક્યા છે અને ક્યૂટ દીકરીનો જન્મ થયો હતો.

પ્રિયંકા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે.જેમાં તે હંમેશાની જેમ હોટ લુકમાં જોવા મળી રહી છે. સામે આવેલી તસ્વીરમાં પ્રિયંકાએ બ્લેક ક્રોપ ટોપ પહેર્યું છે અને સનગ્લાસ પણ પહેર્યાં છે.

પ્રિયંકાએ લાઈટ મેકઅપ કર્યો છે અને ગળામાં જવેલરી પણ પહેરી રાખી છે, આ સિવાય પ્રિયંકાએ રેડ લિપસ્ટિક પણ કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકાએ પોતાના ટોપનું ઉપરનું બટન ખુલ્લું રાખ્યું છે જેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી છે. તસ્વીર શેર કરીને પ્રિયંકાએ કેપ્શનમા ‘ઇટ્સ  અ ગો’ લખ્યું  છે અને સાથે રેડ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.પ્રિયંકાની આ તસ્વીર જોત જોતામાં જ વાયરલ થઇ ગઈ છે અને લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

પ્રિયંકાએ પોતાની હોલીવુડની સફર વિષે વાત કરતા કહ્યું હતું કે,”હું લગભગ 10 વર્ષથી હોલીવુડમાં કામ કરી રહી છું અને હવે આખરે હું તે જ કરી રહી છું જે હું વાસ્તવમાં કરવા માંગતી હતી. હોલીવુડમાં દક્ષિણ એશિયાઈ કલાકારોને લીડ રોલ તરીકે પોતાની ઓળખ બનાવવી ખુબ મુશ્કેલ છે.દક્ષિણ એશિયાઈ કલાકારોના રૂપે આપણી પાસે હાલ હોલીવુડમાં પર્યાપ્ત અવસર નથી. ફિલ્મોમાં લીડ રોલ મેળવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડે છે.

પ્રિયંકાએ આગળ કહ્યું કે,”હું હંમેશાથી કંઈક મોટું મેળવનાર રહી છું. હું એક એવી વ્યક્તિ છું જે પોતાના લક્ષ્યને લઈને નિશ્ચિય રહે છે. મને ચુનોતીઓનો સામનો કરવો, શીખવું અને હંમેશા કંઈક નવું જાણવું પસંદ છે. હું હજી પણ ઘણું બધું કરવા માંગુ છું.બોલીવુડમાં મેં સર્વશ્રેષ્ઠ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. અને હવે હું હોલીવુડમાં પણ કામ કરવા માંગુ છું.”

પ્રિયંકાએ હોલીવુડ ટીવી શો ક્વાન્ટિકો દ્વારા ડેબ્યુ કર્યું હતું, જેના બાદ તે મેટ્રિક્સ રીસરેક્શન,  બેવોચ અને ઈજ ઓન ઈટ રોમેન્ટિક જેવી ફિલ્મોમાં જોવા મળી છે, પ્રિયંકા અપકમિંગ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી અને સિરીઝ સિટાડેલમાં જોવા મળશે.

Uma Thakor

disabled