આંખ મારીને દેશને ગાંડો કરનાર આ અભિનેત્રીએ સાડી પહેરી કરાવ્યુ એવું ફોટોશૂટ કે ચાહકોના દિલમાં મચી ગઇ ખલબલી - Chel Chabilo Gujrati

આંખ મારીને દેશને ગાંડો કરનાર આ અભિનેત્રીએ સાડી પહેરી કરાવ્યુ એવું ફોટોશૂટ કે ચાહકોના દિલમાં મચી ગઇ ખલબલી

આંખ મારવા વાળીએ ફરી દેશને ધુણાવ્યું, એવું કાતિલ ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ દિલ દઈ બેસસો

વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર પોતાની અદાઓથી લઇને ઘણીવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. Oru Adaar Love ફિલ્મના એક સીનમાં પોતાની અદાઓથી રાતો રાત પૂરી દુનિયામાં મશહૂર થઇ જનારી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર જયારે પણ કોઇ પોસ્ટ શેર કરે છે તે હંમેશા વાયરલ થઇ જાય છે. આ દિવસોમાં તે તેના ફોટોશૂટથી લાખો લોકોનું અટેંશન લઇ રહી છે. આજકાલ પ્રિયા તેના ઘણા ફોટોશૂટ કરાવી રહી છે. તેણે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે ઘણી બદલાયેલી જોવા મળી રહી છે.  હાલમાં તેણે જે તસવીરો શેર કરી છે તેમાં તે પિંક કલરના ડીપ નેક વાળા બ્લાઉઝ અને સાડીમાં જોવા મળી રહી છે. રેટ્રી લુકને યુનીકમાં દર્શાવવા માટે પ્રિયાએ ઇયરિંગની જગ્યાએ હેવી નેકલેસ પહેર્યો છે અને કાનમાં પિંક ગુલાબ લગાવ્યા છે. પિંક રોઝ પ્રિયાના રેટ્રો લુકની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

પ્રિયા આ તસવીરોમાં તેનુ બેક ટેટૂ પણ ફ્લોન્ટ કરી રહી છે. વિંક ગર્લની આ તસવીરોએ લાખો લોકોનું દિલ જીતી લીધુ છે. તેના ચાહકો ઘણી આતુરતાથી તેના નવા નવા ફોટોશૂટની રાહ જોતા હોય છે. પ્રિયા પ્રકાશ વોરિયર સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર તે જબરદસ્ત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ તગડી છે. તેના પોસ્ટ શેર કરતા જ તે વાયરલ થઇ જાય છે. ત્યાં પ્રિયા ચાહકો સાથે ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરે છે.

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે. જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

9 નવેમ્બરે 1999માં જન્મેલી પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, તેનું ફેન ફોલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર 74 લાખના આંકડાને પાર કરી ચૂક્યું છે. ત્યાં સુધી કે, તે એક પ્રમોશનલ પોસ્ટ માટે 8 લાખનો ચાર્જ વસુલે છે.

પ્રિયાએ તેના અભિનયની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ “ક્રેક”ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અભિનેતા નિતિન સાથે જોવા મળશે.હાલમાં જ ક્રાઇમ થ્રિલર ફિલ્મ “લવ હેકર્સ”ને રૂસમાં શુટ કરવામાં  આવી. ફિલ્મમાં પ્રિયા લીડ રોલમાં છે. આ સાઇબર ક્રાઇમથી સંબંધિત છે.  પ્રિયા ફિલ્મમાં સાઇબર ક્રિમિનલ્સનો શિકાર બની જાય છે અને તે પછી તેનાથી ઝઝૂમે છે. આ રીતે પ્રિયા તેના ચાહકોને એક અલગ જ અંદાજમાં ફિલ્મમાં જોવા મળશે.

Live 247 Media

disabled