તારક મહેતાની રીટા રીપોર્ટરે ડાંસ કરતા કરતા કરી દીધી લિપ કિસ, વીડિયો જોઇ ચાહકો થયા દીવાના - Chel Chabilo Gujrati

તારક મહેતાની રીટા રીપોર્ટરે ડાંસ કરતા કરતા કરી દીધી લિપ કિસ, વીડિયો જોઇ ચાહકો થયા દીવાના

ડાંસ કરતા કરતા રોમેન્ટિક થઇ રીટા રીપોર્ટર, લિપ કિસની તસવીરો વાયરલ થતા જ ફેન્સ બોલ્યા બસ હવે શરમ આવી રહી છે અમને

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક કલાકારે પોતાના કામથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ શોમાં રીટા રિપોર્ટરનો રોલ નિભાવી રહેલી પ્રિયા આહુજાને પણ અન્ય કલાકારોની જેમ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, પ્રિયા આહુજાએ તાજેતરમાં માલવ રાજદા સાથે બીજા લગ્ન કર્યા છે. પ્રિયા આહુજા અને માલવ રાજદાએ ગયા વર્ષે 10 નવેમ્બરે તેમની 10મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ અવસર પર બંનેએ ફરી એકવાર લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પ્રિયાના 2 વર્ષના પુત્રએ પણ હાજરી આપી હતી.

નોંધનીય છે કે શોના સેટ પર પ્રિયા અને માલવની એકબીજા સાથે મિત્રતા થઈ હતી અને પછી પ્રેમ થયો હતો તે હાદ તેઓએ 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કરી લીધા હતા. લગ્નના 8 વર્ષ પછી, પ્રિયા 27 નવેમ્બર 2019 ના રોજ માતા બની અને એક પુત્રને જન્મ આપ્યો. માલવ રાજદા એક ગુજરાતી દિગ્દર્શક છે અને તેઓ મુખ્ય નિર્દેશક તરીકે તારક મહેતા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલા છે.પ્રિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

આ ક્રમમાં તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે.પ્રિયાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે તે તેના પતિ માલવ રાજદા સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે.  ડાન્સ કરતી વખતે, તે અચાનક માલવને લિપ કિસ કરે છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘માલવ રાજદા તમારી સાથે હંમેશા’.

આ વિડિયો પર તેના એક પ્રશંસકે કોમેન્ટમાં લખ્યું છે ‘ખૂબ જ ક્યૂટ કપલ’ તો કોઈએ લખ્યું છે ‘બ્યુટીફુલ મેમ’. સાથે જ તેના આ વીડિયો પર લાખો લાઈક્સ પણ આવી ચૂકી છે.આ પહેલા પ્રિયા આહુજાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના ફોટોશૂટના પણ ખૂબ વખાણ થયા હતા.

Live 247 Media

disabled