પ્રિયા આહુજાએ ગ્રીન કલરના ડ્રેસમાં સિઝલિંગ અદાઓથી વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

પ્રિયા આહુજાએ ગ્રીન કલરના ડ્રેસમાં સિઝલિંગ અદાઓથી વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ તસવીરો

તારક મહેતાની રીટા રિપોર્ટરે સ્ટાઈલિશ ડ્રેસમાં વરસાવ્યો કહેર, નખરાળી અદાઓ જોઈને થઇ જશો મદહોશ

ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવે છે. આ ધારાવાહિકના દરેક કલાકારોને દર્શકો સાથે ખાસ જોડાણ છે. જો તમે  ચાહક છો તો તમને રીટા રિપોર્ટર યાદ હશે જેનું પાત્ર પ્રિયા આહુજા નિભાવતી હતી. આ દિવસોમાં પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવવા વાળી પ્રિયા આહુજા રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે. જોકે પ્રિયા આહુજા હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ રહી નથી પરંતુ આજે પણ દર્શક તેને ખુબ પસંદ કરતા હોય છે અને તેની દરેક પોસ્ટ પર પ્રેમ વરસાવતા હોય છે. પ્રિયા આહુજાએ થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

પ્રિયા આહુજાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેનો સિઝલિંગ અદાઓ જોઈને ચાહકો મદહોશ થઇ ગયા છે. પ્રિયા આહુજાએ શેર કરેલી તસવીરમાં સ્ટાઈલિશ ગ્રીન કલરનો વન પીસ ડ્રેસ પહેરેલો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. પ્રિયાએ તેના વાળને થોડાક કર્લી રાખેલા છે અને તેની સાથે મોટો ઈયરિંગ્સ પહેરેલી છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યું છે.

કેમેરાની સામે પ્રિયા આહુજાએ અલગ અલગ પોઝમાં તસવીરો ક્લિક કરાવી છે જેમાં તેનો અંદાજ જોવા લાયક છે. પ્રિયા આહુજાની આ તસવીરો સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઇ ગઈ હતી. ચાહકોને તેનો આ હોટ લુક ખુબ પસંદ આવ્યો છે. પ્રિયા આહુજાની દરેક તસવીર અને વીડિયોને દિલ ખોલીને લાઇક્સ અને શેર કરવામાં આવતી હોય છે.

પ્રિયા આહુજા 2021માં તેના લગ્નને લઈને ખુબ ચર્ચમાં આવી હતી. પ્રિયાએ લગ્નની 10મી સાલગીર પર તેના પતિ સાથે ફરી વખત લગ્ન કર્યા હતા. પ્રિયા આહુજાના લગ્નમાં તેનો પુત્ર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટ પણ આવ્યા હતા.

પ્રિયા આહુજાએ 2011માં પતિ માલવ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ પછી 27 નવેમ્બર 2019ના રોજ પ્રિયા એક પુત્રની માતા બની હતી. પ્રેગ્નેસી દરમ્યાન પ્રિયા પતિ માલવ રાજદા સાથે વેકેશન એન્જોય કરવા માલદીવ પહોંચી હતી. આ દરમ્યાન પણ પ્રિયા ક્યારેક પતિને કિસ કરતા તો ક્યારેક સમુદ્રના કિનારે રોમેન્ટિક પોઝ આપતી નજર આવી હતી.

Live 247 Media

disabled