તારક મહેતાની સુંદર અભિનેત્રીએ બ્લાઉઝ પહેર્યા વગર જ કરાવી લીધુ ફોટોશૂટ, તસવીરો જોઇને કહેશો વાહ ભાભી - Chel Chabilo Gujrati

તારક મહેતાની સુંદર અભિનેત્રીએ બ્લાઉઝ પહેર્યા વગર જ કરાવી લીધુ ફોટોશૂટ, તસવીરો જોઇને કહેશો વાહ ભાભી

નાના પડદા પર અત્યાર સુધી ઘણા કોમેડી શો આવી ચુક્યા છે, પરંતુ આજ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કોઈ માત આપી શક્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા 14 વર્ષથી આ શો દરેકની પહેલી પસંદ બની રહ્યો છે. આ શોમાં દરેક કલાકાર પોતાનામાં ખાસ છે. ત્યાં શોમાં ઘણા એવા પાત્રો છે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. આવુ જ એક પાત્ર છે રીટા રિપોર્ટરનું. જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગોર્જિયસ છે. રીટા રિપોર્ટરનું પાત્ર શોમાં પ્રિયા આહુજા નિભાવી રહી છે. આજે ભલે પ્રિયા આ શોમાં ઘણી ઓછી જોવા મળે છે,

પરંતુ તેમ છતાં દર્શકો તેને ખૂબ પસંદ કરે છે અને તેની દરેક પોસ્ટને પણ ખૂબ પસંદ કરે છે. ત્યારે પ્રિયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં તે સુંદર સાડીમાં જોવા મળી રહી છે. આ તસવીરો હરતાલિકા તીજના પ્રસંગની છે જ્યારે પ્રિયા આહુજા સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. જોકે, તેણે આ ટ્રેડિશનલ લુકમાં બોલ્ડનેસ ઉમેરી હતી. આ સાડી સાથે પ્રિયાએ બ્લાઉઝ પહેર્યો નહોતો.

જો કે તેના ફેન્સ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે, પરંતુ બધાનું ધ્યાન એ તરફ પણ જઈ રહ્યું છે કે પ્રિયાએ બ્લાઉઝ વગરની સાડી પહેરી છે. પ્રિયા આહુજા ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ અભિનેત્રી છે અને તેનું ઈન્સ્ટાગ્રામ ચોક્કસપણે આ વાતની સાક્ષી આપે છે. ફેશનની બાબતમાં તે બોલિવુડ અભિનેત્રીઓને પણ પાછળ છોડતી જોવા મળે છે અને તેની આ તસવીરો જોઈને આ વાત પણ સાચી સાબિત થાય છે. પ્રિયા ઘણીવાર તેની શાનદાર તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા અને માલવ રાજદાએ કેટલાક મહિના પહેલા જ તેમની 10મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી અને આ દિવસે તેઓએ ફરીવાર લગ્ન કર્યા હતા.

આ કપલે સંગીત, મહેંદી સહિત લગ્નના ફંક્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં પરિવાર સહિત તારક મહેતાની લગભગ આખી ટીમ અને મિત્રો હાજર રહ્યા હતા.’ 19 નવેમ્બરે પ્રિયા અને માલવની 10મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રિયા અને માલવે બધા જ રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા હતા. મહેંદી, સંગીત અને લગ્ન મુંબઈની એક હોટેલમાં યોજાયા હતા.

Live 247 Media

disabled