41 વર્ષની થઇ ગઈ તો પણ ટનાટન ફિગર છે મોહબ્બતેંની સંસ્કારી હિરોઇનનું, જોતા જ આંખો અંજાઈ જશે - Chel Chabilo Gujrati

41 વર્ષની થઇ ગઈ તો પણ ટનાટન ફિગર છે મોહબ્બતેંની સંસ્કારી હિરોઇનનું, જોતા જ આંખો અંજાઈ જશે

અત્યારે 41 વર્ષની એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાની (Preeti Jhangiani)એ વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મોહાબ્બતેં’થી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. તેણે વર્ષ 2008માં એક્ટર પરવીન દબાસ સાથે લગ્ન કર્યા, તેઓ હાલ મુંબઈમાં રહે છે અને તેઓના કુલ 2 સંતાન છે. એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાનીની અન્ય જાણીતી ફિલ્મો આવારા પાગલ દીવાના, બાઝ, એલઓસી કારગિલ, આન, વાહ તેરા ક્યા કહેના, ચહેરા વગેરે છે. એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાનીનો જન્મ વર્ષ 1980ની 18મી ઓગસ્ટે થયો.

બોલિવૂડમાં ઘણી બધી અભિનેત્રીઓ રહી છે જેમણે તેમના ગ્લેમરસ લુકથી નહિ પરંતુ સાદગીથી લોકોના દિલ જીત્યા છે તેવી જ  એક અભિનેત્રી પ્રીતી જાંગીયાની છે.  પ્રીતી જાંગીયાનીએ ફિલ્મ ‘મોહબ્બતેં’થી ડેબ્યુ કરીને લોકોના દિલમાં માસુમ ચહેરાથી એક ખાસ ઓળખ બનાવી લીધી હતી.

તે ફિલ્મમાં અભિનેતા જિમ્મી શેરગિલના અપોઝીટ  દેખાઈ હતી. જોકે ફિલ્મમાંપ્રીતિ ઝંગિયાનીના અભિનયની પ્રશંશા ખુબ જ થઇ હતી પરંતુ ત્યારબાદ  તે  તેના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકી નહિ.

ત્યારબાદ પ્રીતી ‘આવારા પાગલ દીવાના’, ‘ચાંદ કે પાર ચલો’, ‘વાહ ! તેરા ક્યાં કહેના’ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. પરંતુ તે બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. જોકે મનોરંજન જગતમાં ઘણા એવા સિતારાઓ સાથે એવું થયું છે કે તેમણે દર્શકોને ખુબ મનોરંજ કરાવ્યું હતું પરંતુ થોડા સમય બાદ લાઈમલાઈટથી દૂર થઇ ગયા હતા.

18 ઓગસ્ટ, 1980ના રોજ જન્મેલી પ્રીતી જાંગીયાનીએ 90ના દશકમાં દક્ષિણ ભારતીય અભિનેતા અબ્બાસની સાથે મશહૂર સંગીત વીડિયો ‘ચુઈ મુઈ સી તુમ’થી  તેના કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રીતીએ 1999 દરમ્યાન ફિલ્મો સાઈન કરી હતી ત્યારબાદ મલયાલમ, તમિલ અને તેલુગુમાં એક-એક ફિલ્મ સાઈન કરી હતી. 1999માં મજહિલ્લૂ  (મલયાલમ ફિલ્મ),  હૈલો  (તમિલ ફિલ્મ), થમ્મુડુ (તેલુગુ ફિલ્મ)માં અભિનય કર્યા પછી પ્રીતી જાંગીયાનીને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની ફિલ્મ ‘મોહબ્બતેં’માં વર્ષ 2000માં પ્રીતીને તેનો સૌથી મોટો બોલિવૂડ બ્રેક મળ્યો હતો.

બોલિવૂડમાં ખાસ સફળતા ના મળતા પ્રીતી જાંગીયાનીએ ફરી વખત સાઉથ સિનેમા તરફ જવાનું નક્કી કર્યું હતું. બોલિવૂડ બાદ પ્રીતી જાંગીયાનીએ તમિલ, તેલુગુ, પંજાબી અને મલયાલમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પ્રીતી જાંગીયાનીએ પહેલા ફિલ્મ નિર્માતા ફિરોઝ નાડિયાડ વાળાના ભાઈ મુસ્તાક ખાનની સાથે લગ્ન કરી લીધા હતા જોકે બંનેની વચ્ચે કેટલીક મુશ્કેલીઓ આવી ગઈ હતી અને તેમણે છુટાછેડા લઇ લીધા હતા.

પ્રીતી જાંગીયાનીએ વર્ષ 2008માં મોડેલ અને અભિનેતા પરવીન ડબાસની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ 2011માં પ્રીતિએ છોકરાને જન્મ આપ્યો હતો. ફિલ્મોથી દૂર પ્રીતી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો શેર કરતી હોય છે.

પ્રીતી જાંગીયાનીએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, ‘હું અત્યારે બોલિવૂડ કામ કરવા માટે વિચારી રહી છુ. મને મારા પરિવારનો સપોર્ટ છે.  જયારે હું કામ પર જઈશ ત્યારે મારા છોકરાને સાંભળવા વાળા લોકો પણ છે.  મારી માતા અને બહેન એક જ એપાર્મેન્ટમાં રહે છે. બીજી માતાઓની તુલનામાં મારે કામ કરવું ખુબ જ સરળ છે.

Live 247 Media

disabled