બોલીવુડના આ મોટા સેલિબ્રિટીએ કર્યો ધડાકો કહ્યું કે ઓળખીતા ના હોય તો પણ ઘપાઘપ માણવું…જાણીને ફેન્સને લાગ્યો ધ્રાસ્કો

બેશરમીની બધી હદ પાર કરી દીધી આ બોલીવુડના સેલિબ્રિટીએ, જાણીને આંખો અને કાન બંધ કરવા પડશે

‘જાને તુ યા જાને ના’, ‘ધોબી ઘાટ’, ‘માય ફ્રેન્ડ પિન્ટો’, ‘બાગી 2’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોથી અભિનય ક્ષેત્રે પોતાનું નામ કમાવનાર પ્રતિક બબ્બરે તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટીલનું નામ રોશન કર્યું. તે આ દિવસોમાં તેની નવી સીરીઝ ‘Hickups & Hookups’ કે જે જલ્દી જ ઓટીટી પર સ્ટ્રીમ થવાની છે તે સીરીઝમાં જોવા મળશે. પ્રતિક બબ્બર આ સીરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમાં અભિનેત્રી લારા દત્તા પણ મહત્વની ભૂમિકામાં છે. તે આ સીરીઝમાં પ્રતીકની બહેનનું પાત્ર ભજવી રહી છે. સીરિઝમાં સંબંધો બાંધવા અને રિલેશનશિપને બોલ્ડ અને આધુનિક અંદાજમાં બતાવવામાં આવશે, જે તમે ટ્રેલરમાં જોઈ શકો છો.

સિરીઝના પ્રમોશન સાથે જોડાયેલા ઈન્ટરવ્યુમાં પ્રતિક બબનરે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે તેની બહેન જુહી બબ્બર સાથે રિયલ લાઇફમાં કોઈપણ વાત કરી લે છે. પ્રતિક બબ્બરે એનબીટીને આપેલા ઈન્ટરવ્યુમાં સંબંધો બાંધવા વિશે પણ વાત કરી હતી. તેનું કહેવું છે કે તે કેઝ્યુઅલ સંબંધો બાંધવાને ખોટું નથી માનતો. તેણે કહ્યું કે જે લોકો પ્રેમ જેવી વાતોમાં વિશ્વાસ નથી કરતા તેઓ કેઝ્યુઅલ સંબંધોમાં માને છે. તેણે કહ્યું, મેં કેઝ્યુઅલ સંબંધો બાંધવાનો પ્રયાસ પણ કર્યો છે. મને લાગે છે કે આ કંઇ ખોટુ નથી. વન નાઇટ સ્ટેન્ડ, ફ્લિંગ, હૂકઅપ્સ, હું તેમાંથી પણ પસાર થયો છું.

પ્રતિક બબ્બરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ મહિલાઓ, પુરૂષોમાંથી કોઈપણ સાથે થઈ શકે છે. આ શો અંગે અમને બે પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. કેટલાક લોકો કહે છે કે સદીઓથી જે મુદ્દાઓ પર પડદો પડ્યો છે તે મુદ્દા અમે ઉઠાવ્યા છે. પરંતુ કેટલાક લોકો માને છે કે આ રીતે પવિત્ર સંબંધો દર્શાવવા યોગ્ય નથી. હું માનું છું કે જ્યારે આપણે આપણા પરિવારની સામે આ વિશે ખુલ્લેઆમ વાત કરીએ છીએ, ત્યારે આપણી પરસ્પર સમજણ અને બોન્ડિંગ વધે છે.

પ્રતિક બબ્બરે પણ તેની બહેન સાથે બોન્ડિંગની વાત કરી હતી. તેણે કહ્યું કે આ સિરીઝમાં તે તેની બહેન લારા દત્તા માટે જેટલો ખુલ્લો છે તેટલો જ તે તેની બહેન સાથે વાત કરી શકે છે. તેણે કહ્યું, “હું દીદી પાસેથી સલાહ લઉં છું, દીદીને જ્યારે જરૂર પડે ત્યારે મારી સલાહ પણ લે છે. વર્ષોથી આપણને શીખવવામાં આવે છે કે આપણે ઘણા મુદ્દાઓ પર પરિવારના સભ્યો સાથે વાત કરી શકતા નથી, પરંતુ એવું નથી. મને લાગે છે કે આપણે યુવા પેઢી પાસેથી શીખવાની જરૂર છે.

 

View this post on Instagram

 

A post shared by prateik babbar (@_prat)

After post

disabled