'કસૌટી ઝિંદગી કી 2' ની સંસ્કારી ઉગારી થઇ ગઈ, એવી ગજબની બિકીની પહેરી કે મોં ખુલ્લું રહી જશે તમારું - Chel Chabilo Gujrati

‘કસૌટી ઝિંદગી કી 2’ ની સંસ્કારી ઉગારી થઇ ગઈ, એવી ગજબની બિકીની પહેરી કે મોં ખુલ્લું રહી જશે તમારું

પૂજા બેનર્જી લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી છે. તે ઘણીવાર તેની સુંદરતા અને આકર્ષક ફિગરથી લોકોનું ધ્યાન ખેંચે છે. તેને ‘કસૌટી જિંદગી કી’થી ટેલિવિઝનમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. ચાહકો તેના અભિનયની પ્રશંસા કરે છે. પૂજા બેનર્જીનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તર પ્રદેશમાં માતા-પિતા નીલ બેનર્જી અને પૂર્ણિમા ભટ્ટાચાર્યને ત્યાં થયો હતો. તેનો એક ભાઈ છે જેનું નામ આકાશ બેનર્જી છે. તેણે પ્રારંભિક શિક્ષણ નાગપુરની સેન્ટર પોઈન્ટ સ્કૂલમાંથી કર્યું હતું. પછી બેનર્જી નાગપુરની હિસ્લોપ કોલેજમાં જોડાઇ.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

તેણે અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી પરંતુ બેચલર ઓફ કોમર્સમાં મેજર કર્યું. પૂજાએ 28 ફેબ્રુઆરી 2017ના રોજ અમ્પિયન સ્વિમર સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા હતા. બંને એખ બાળકના માતા-પિતા પણ છે. પૂજાએ કહ્યું હતું કે તેને કુમકુમ ભાગ્યના સેટ પર તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી હતી અને ટીમે તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. જણાવી દઈએ કે, પૂજાએ પ્રેગ્નન્સીના કારણે કુમકુમ ભાગ્ય શો છોડી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

શોના છેલ્લા દિવસે સેટ પર પૂજા માટે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની એક ઝલક તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ‘કુમકુમ ભાગ્ય’માં પૂજાએ રિયા મહેરાનું પાત્ર ભજવ્યું હતું. તેણે આ શોમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું. લોકોને તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતુ. પૂજાને સ્વિમિંગમાં ખૂબ જ રસ છે. તેણે રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ સિવાય તેણે ઘણી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે. પૂજા બેનર્જી 2011માં રિયાલિટી ટેલિવિઝન શો ‘રોડીઝ 8’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

ત્યારબાદ તેણે 2012માં ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે ટીવી શો ‘એક દૂસ સે કરતા હૈ પ્યાર હમ’માં અભિનય કર્યો હતો. તેણીએ રીવા માથુર તરીકે ટેલિવિઝન શ્રેણી ‘સ્વિમ ટીમ’માં પણ પોતાનો દમદાર અભિનય બતાવ્યો હતો. પૂજા કસૌટી ઝિંદગી કે 2 સિરિયલમાં પણ જોવા મળી હતી. આનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી. આમાં તે પાર્થ સમથાન અને હિના ખાન સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

પરંતુ એક વેબ સિરીઝમાં પાર્થ સાથે લિપ લોક કરવા માટે તે ઘણી ટીકાઓનો શિકાર બની હતી. જો કે, અભિનેત્રીએ નિખાલસપણે કહ્યું હતું કે પાર્થ અને હું કસૌટી ઝિંદગી કે 2માં ભાઈ અને બહેનની ભૂમિકામાં છીએ અને અમે બંને સાથીદારો તરીકે પણ સારા તાલમેલ શેર કરીએ છીએ. પરંતુ વાસ્તવિક જીવનમાં અમે ભાઈ-બહેન નથી. અભિનેતા તરીકે અમારે રોલ પ્રમાણે કામ કરવાનું હોય છે. પૂજા તેના પતિ સાથે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

આ સિવાય તે 2019માં રોનિત રોય અને મોના સિંહ સાથે હિન્દી વેબ સિરીઝ ‘કહેને કો હમસફર હૈં’માં જોવા મળી હતી. માત્ર એક્ટિંગ જ નહીં, પૂજા બેનર્જી કમાણી કરવામાં પણ ઘણી આગળ છે. તેની અંદાજિત નેટવર્થ $2 મિલિયન છે. તેને એક એપિસોડના 50 થી 60 હજાર રૂપિયા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Banerjii (@poojabanerjeee)

Live 247 Media

disabled