ચમકદાર ત્વચા મેળવવા માટે ઘરે જ બનાવો અનાનસના છોતરાનું બોડી સ્ક્રબ, થશે ઘણા જ ફાયદાઓ
અનાનસ ખાવાનું મોટાભાગના લોકોને ગમતું હોય છે. તેનો ખાટ્ટો મીઠો સ્વાદ જીભને ખુબ જ પસંદ પણ આવે છે. જો કે અનાનસ ખાવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ યોગ્ય બને છે. સાથે જ હાડકા પણ મજબૂત થાય છે. અનાનસના ફાયદાઓ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ શું તેના છોતરાના ફાયદાઓ વિશે તમે જાણો છો? જો ના તો અમે તમને આજે અનાનસના છોતરાના ફાયદાઓ જણાવીશું જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અનાનસના છોતરામાં ઘણું જ બધું પોષણ હોય છે. જેમાં વિટામિન સી, મેગ્નેશિયમ પણ મળી આવે છે. અને તે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક પણ હોય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બોડી અને ફેસ માટે અનાનસના છોતરાનું સ્ક્રબ બનાવી શકાય.
અનાનસના છોતરાંનું સ્ક્રબ બનાવવા માટે થોડા અનાનસના છોતરાંની અંદર અડધો કપ ખાંડ અને ગુલાબજળ ઉમેરીને સ્ક્રબ સરળતાથી બનાવી શકાય છે.
આ રીતે બનાવો બોડી સ્ક્રબ:
અનાનસનું બોડી સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલા અનાનસના છોતરાંને લઈને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવા. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને તેમાં ખાંડ અને ગુલાબજળ ઉમેરી લેવું. ત્રણેયને સારી રીતે ભેળવી એક પેસ્ટ તૈયાર કરી લો.
હવે શરીરને બરાબર ધોયા બાદ હલકા હાથથી બનાવેલા સ્ક્રબથી મસાજ કરો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ નાખવું. અનાનસના છોતરાંનું બનેલું આ બોડી સ્ક્રબ શરીરની અંદર સુધી એક્સફોલિએટ કરે છે. આ ઉપરાંત નેચરલ ગુણોથી ભરપુર આ સ્ક્રબ સ્કિન માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.
ઘણા જ ફાયદાઓ થાય છે:
ઘણીવાર બોડીની અંદર ટાઈટ કપડાં પહેરવાના કારણે નિશાન પડી જાય છે. તો ઘણીવાર ડાર્ક સ્પોટ પણ આવી જાય છે. તો શરીરના આજ દાગ-ધબ્બા મિટાવવા માટે આ બોડી સ્ક્રબ ખુબ જ ફાયદાકારક છે. અનાનસના સ્ક્રબથી ડાર્ક સ્પોટ ઓછા થાય છે સાથે સાથે ડેડ સ્કિનથી પણ છુટકારો મળે છે. સારું પરિણામ મેળવવા માટે તમે અઠવાડિયાની અંદર બે વાર આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
અનાનસના એક નહિ પરંતુ અનેક ફાયદાઓ છે. તે સ્કિનની ચમક વધારવામાં પણ ખુબ જ ફાયદાકારક નીવડે છે.