કેન્સર જેવી બીમારીથી બચવા અને ત્વચાને ચમકદાર બનાવવા ફાયદેમંદ છે અનાનસ, આ 11 ફાયદાઓ જાણીને આજે જ ખાવાનું શરૂ કરી દેશો - Chel Chabilo Gujrati

કેન્સર જેવી બીમારીથી બચવા અને ત્વચાને ચમકદાર બનાવવા ફાયદેમંદ છે અનાનસ, આ 11 ફાયદાઓ જાણીને આજે જ ખાવાનું શરૂ કરી દેશો

તાજા શાકભાજીઓની સાથે સાથે ફળો પણ સ્વાથ્ય માટે ખુબ જ લાભકારી છે. ચિકિત્સકો પણ રોજ એક ફળ ખાવાની સલાહ આપતા હોય છે.  એમાનું જ એક અનેક ગુણોથી ભરપૂર ફળ અનાનસ છે. અનાનસ એક એવું ફળ છે કે જેને જ્યૂસના રૂપે, ફળ રૂપે  કે પછી ડીશ ગાર્નિશના સ્વરૂપે પણ ખાઈ શકાય છે.

પૌષ્ટિક તત્વોથી ભરપૂર અનનાસ સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે. જો અનાનસને અનેક ગુણોની ખાણ કહેવામાં આવે તો પણ કઈ ખોટું નથી. અનેક રોગોના નિવારણથી લઈને ત્વચાની સુંદરતા માટે અનાનસ ખુબ જ ઉપીયોગી છે. આવો તો તમને જણાવીએ અનાનસના ફાયદાઓ જેને જાણીને તમેં પણ આજથી જ અનાનસ ખાવાનું શરૂ કરી દેશો.

1. વિટામિન સી થી ભરપૂર:
અનાનસમાં વિટામિન સી ખુબ ભરપૂર માત્રામાં હોય છે. જેમાં ફાઇબરથી લઈને મેગેજીન જેવા તત્વો મળી આવે છે. અનાનસ એન્ટીઓક્સીડેન્ટ હોવાને લીધે તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ખૂબ મદદરૂપ છે. અનાનસને સવારે નાશ્તામાં પણ ખાઈ શકાય છે .

2. કેન્સરથી બચવામાં સહાયક:
અનાનસમાં ઘણા એવા તત્વો મળી આવ્યા છે જે ઘણા અંશે કેન્સરની બીમારીને દૂર કરી શકે છે. અનાનસ માં મળી આવતું એન્જાઈમ બ્રોમેલેન શરીરમાં કેન્સર સેલ્સનું નિર્માણ થવાથી રોકે છે જેનાથી કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે.

3. શરદી-જુખામમાં રાહત:
શરદી-જુખામ, નાક-ગળાને લગતી સમસ્યાઓમાં અનનાસ અનેક ગણો ફાયદો આપે છે. અનાનસમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે, જે આ સમસ્યામાં રાહત અપાવવામાં મદદ કરે છે.

4. ત્વચાની સુંદરતા માટે:

વિટામિન સી થી ભરપૂર હોવાને લીધે અનાનસ આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. અનાનનનું સેવન સ્કિન પર ચમક આપે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બાને પણ દૂર કરીને ત્વચા સુંદર અને સુવાળી બનાવે છે.

5. વાળને બનાવે છે રેશમી:
અનાનસમાં સલ્ફર, ઝીંક અને ફોસ્ફર જેવા અમુક તત્વો રહેલા હોય છે જે વાળને  મજબૂત,  રેશમી અને ભરાવદાર બનાવવામાં મદદરૂપ થાય છે.  અનાનસમાં રહેલું સલ્ફર કેરેટિન બનાવામાં સહાયક છે, કેરેટિન તે પ્રોટીન છે જેનાથી વાળ અને નખની સૌથી ઉપરની પરત બને છે.

6. મોં માટે ઉત્તમ:
અનાનસમાં મળી આવતું બ્રોમેલેન એન્જાઈમ્સમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી મળી આવે છે. જેને લીધે દાંતના પેઢાનો સોજો, દાંતનો દુઃખાવો, મોઢાની અંદર બેકેટરિયાને ઉત્પન્ન થતા અટકાવે છે. અનાનસ દાંતોની ચમક અને સફેદી બનાવી રાખવામાં મદદ કરે છે.

7.  પેટને લગતી સમસ્યાઓમાં રાહત:
રોજ નાશ્તામાં અનાનસને શામિલ કરી શકાય છે. અનાનસ ખાવાથી પેટને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે. આ સિવાય તેના સેવનથી પાચન ક્રિયા મજબૂત બને છે.

8. બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં મદદરૂપ:
અનાનસ ખાવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ રાખી શકાય છે. અનાનસમાં હાઈ પોટેન્શિયલ કન્ટેન્ટ અને લો સોડીયમ કન્ટેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

9. હૃદયના રોગ માટે ફાયદેમંદ:
અનાનસમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ એટલે કે હૃદય તંત્રની રક્ષા કરનારા ગુણો મળી આવે છે. જેમાં રહેલું બ્રોમેલેન હૃદય કોશિકાને ડેમેજ્ડ કરવાથી બચાવે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રને પણ ઓછી કરે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે જેથી હૃદયને નુકસાન થતું અટકે છે અને હૃદયની બીમારીથી બચાવે છે.

10. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક:
અનાનસમાં વિટામિન સી, મૅન્ગેનીઝ, થિયામીન, રાઇબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અનાનસમાં કૌમેરિક એસિડ, ફેરુલિક એસિડ, ક્લોરોજેનિક એસિડ, એલેજિક એસિડ જેવા કેમિકલ્સ મળી આવે છે જે શરીરને અંદરથી સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે.

11. વજન ઓછું કરવામાં સહાયક:
અનાનસમાં ફ્રુક્ટોઝની માત્રા મળી આવે છે જેનાથી શરીરને ખુબ એનર્જી મળે છે. અનાનસની એક સ્લાઇસમાં 42 કેલેરી મળે છે અને સાથે જ કાર્બ્સ પણ મળી આવે છે. જે પપેટને ભર્યું ભર્યું રહેવાનો અનુભવ આપે છે જેથી ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રણમાં રહે છે.

yc.naresh

disabled