અમીરોના બાળકોના મોંઘા શોખની આ 10 તસવીરો જોઈને તમને પણ થશે કે આપણને શું કામ ભગવાને ગરીબ રાખી દીધા

અમીર બનવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણા લોકો મહેનત કરી અને અમીર બને છે તો ઘણા લોકો જન્મજાત જ ધનવાન હોય છે. ત્યારે આ ધનવાન લોકોનું વૈભવી જીવન જોઈને આપણને પણ ઘણીવાર ઈર્ષા થાય અને ક્યારેક એવી પણ થઇ જાય કે ભગવાને આપણને શું કામ ગરીબ રાખી દીધા. તેમના મોંઘાદાટ શોખ જોઈને આપણો પણ ત્યારે જીવ બળી જાય. આજે અમે તમને એવી જ અમીર લોકોના મોંઘા શોખની 10 તસવીરો બતાવીશું જે જોઈને ખરેખર તમારો જીવ બળી જશે.

1. આ કાર છે કે હાહાકાર. કારના સ્ટેરીંગ વ્હીલને જોતા જ એવું લાગે જાણે આપણે કોઈ મોંઘાદાટ શો રૂમની અંદર ઘુસી ગયા હોઈએ.

2. આપણે તો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવીએ તો પણ કોઈ મેળ ના પડે, અને આ લોકોને જુઓ, ક્યાંય જવાનું મન થયું તો સીધા પોતાનું ચોપર લઈ અને ઉડી ગયા.

3. લકઝરી કારનો શોખ કોને ના હોય ? અને એમાં પણ આવી લકઝરી કારને ટચ કરવી પણ આપણું સપનું બની જાય. અમે તો Lamborghini ગાડીનું નામ ફક્ત ગીતોમાં જ સાંભળ્યું છે.

4. તો મોંઘીદાટ લક્ઝુરિયસ કાર આપણા માટે તો એક સપના સમાન જ રહી જાય. જુઓ આ તસ્વીરમાં આ કાર તમારા દિલની ધડકન વધારી દેશે.

5. અંડર વોટર હોટલ આપણે ઘણી ફિલ્મોમાં જોઈ હશે, ઘણા સેલેબ્રિટીઓ ફરવા માટે જાય ત્યારે આવી હોટલની તસવીરો અને વિડીયો પણ મૂકી ત્યારે આપણે અડધો જીવ તો ચોક્કસ બળી જતો હશે.

6.  આ ભાઈ જોડે એટલા બધા પૈસા છે કે તેમને જોઈને કહેવાનું મન ચોક્કસ થઇ જાય: “ભાઈ લાવને થોડા પૈસા મને પણ આપ !”

7. અહીંયા તો આપણી એક કૂતરું જોઈને ફાટી પડે ત્યારે પૈસાવાળા લોકો તો વાઘ પણ પાળતા હોય છે. આ ભાઈને જુઓ વાઘને વૉક ઉપર લઈને નીકળ્યો છે.

8. તમારી પાસે જો પૈસા હોય તો તમે ગમે તે કરી શકો. તમારા ઘરમાં રાખેલા પાલતુ પ્રાણીઓ પણ શાહી જીવન જીવતા હોય છે. જેનું ઉદાહરણ આ તસ્વીરમાં જોઈ શકાય છે.

9.  સામાન્ય માણસ બિચારા કામ કરી કરી અને થાકી જતા હોય છે, ત્યારે પૈસાવાળાના છોકરાઓ શોપિંગ કરી કરી અને થાકી જાય છે.

10.  આપણા ઘરમાં તો પાર્કિંગ પણ માંડ મળે, ત્યારે અમીરોના ઘરના પાર્કિંગ આપણા આખા ઘર કરતા પણ મોટા હોય અને આ પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ જોઈને તો…… બસ એવું જ કહેવાનું મન થાય કે: “હે ભગવાન, ઉઠાવી લે અમને અને ફેંકી દે કોઈ અમીરના ઘર બાજુ…”

disabled