આ કપલે કીચડમાં કરાવ્યું પોતાનું પ્રિ વેડિંગ ફોટોશૂટ.. તસવીરો થઇ વાયરલ તો લોકો બોલ્યા… “આવો કેવો શોખ ?” જુઓ તમે પણ

કાદવની અંદર આ કપલે કરાવ્યું ફોટોશૂટ, લોકો પહેલા તો જોઈને જેમ તેમ બોલવા લાગ્યા, પણ સાચી હકીકત સામે આવતા જ કર્યા પેટ ભરીને વખાણ… જુઓ તસવીરો

આજના સમયમાં લગ્નની અંદર પ્રિ વેડિંગ ફોટોશૂટ ખુબ જ જરૂરી બની ગયું છે. મોટાભાગના કપલ લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે અને તેમનું આ ફોટોશૂટ તેમના માટે જીવનભરનું સંભારણું પણ બની જતું હોય છે. તો ઘણા કપલ એવા પણ હોય છે જે પ્રિ વેડિંગ માટે અલગ અલગ જગ્યાઓ પસંદ કરે છે અને લાખો રૂપિયા ખર્ચીને તે જગ્યાઓ પર જઈને પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે.

પરંતુ હાલ એક કપલનું ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. આ કપલ કોઈ મોટી જગ્યાએ નહિ પરંતુ કીચડમાં જઈને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહ્યા છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.   આમાં એક કપલ કીચડમાં લપેટાયેલું જોઈ શકાય છે. બંનેએ અલગ-અલગ પોઝ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.

કપલ ફિલિપાઈન્સના ઓર્મોક શહેરનો રહેવાસી છે. આ તસવીરો 24 વર્ષના જોન્સી ગુટીરેઝ અને ઈમે બોરીનાગાની છે. બંનેના પરિવાર ખેતી કરે છે. આ કારણોસર, તેણે તેના નવા જીવનની શરૂઆત માટે આ થીમ પસંદ કરી. તેના બેકગ્રાઉન્ડમાં લીલોતરી દેખાય છે. આ તસવીરો જાન્યુઆરી 2021માં ચાર્લીસી વિઝ્યુઅલ નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી.

તે સમયે પણ તેની ખૂબ જ ચર્ચા થઈ હતી અને હવે તે ફરી એકવાર વાયરલ થઈ રહી છે. લોકોને જોન્સી અને ઈમેની તસવીરો બાકીના કપલ કરતા અલગ લાગી કારણ કે આ દ્વારા તેમણે પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ શૂટને ખૂબ જ સિમ્પલ રાખવામાં આવ્યું છે. ઈમેના પરિવારના ડાંગરના ખેતરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

જ્યારે પ્રી-વેડિંગ શૂટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કપલે કહ્યું કે તેઓ ખેડૂતોના પરિવારમાં મોટા થયા છે, તેથી જ તેમણે આ થીમ પસંદ કરી છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરતી ઈમે કહે છે, ‘હું ખેતીને એવી નોકરી તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જેને યોગ્ય ક્રેડિટ મળવી જોઈએ. હું ઇચ્છું છું કે લોકો એ જુએ કે કાદવમાં ચાલવું કેટલું મુશ્કેલ છે.

તડકાના આકરા તાપમાં ડાંગરના રોપા રોપતી વખતે કેવું લાગે છે. પીઠમાં દુખાવો થાય છે. આ બધું હોવા છતાં ખેડૂતો કોઈ ફરિયાદ વિના આનંદથી જીવે છે. આ વસ્તુ અમારા ફોટોશૂટ માટે પ્રેરણા બની. ત્યારે આ તસવીરો પર લોકોએ પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપ્યા હતા. ઘણાએ કપલના આ ફોટોશૂટ માટે પ્રસંશા કરી તો ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા.

After post

disabled