સૈફ અલી ખાનની છોકરી સારા અલી ખાને રસ્તા પર કર્યો એવો ડાન્સ કે લોકો ભિખારણ સમજીને આપવા લાગ્યા રૂપિયા, જાણો... - Chel Chabilo Gujrati

સૈફ અલી ખાનની છોકરી સારા અલી ખાને રસ્તા પર કર્યો એવો ડાન્સ કે લોકો ભિખારણ સમજીને આપવા લાગ્યા રૂપિયા, જાણો…

સારા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સારાએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. સારા અલી ખાન અભિનેતા સુશાંત સિંહ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહી ચુકી છે. સારા અભિનય સિવાય સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનનો એક જૂનું ઈન્ટરવ્યુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઇન્ટરવ્યુમાં સારા તેના બાળપણ સાથે જોડાયેલ એક રમુજી કિસ્સો કહ્યો હતો. ઈન્ટરવ્યુમાં સારાએ રમૂજી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેવી રીતે લોકોએ તેને બાળપણમાં ભિખારી સમજીને પૈસા આપ્યા હતા. આ મુલાકાત દરમ્યાન સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ પણ ત્યાં હાજર હતો.

ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યુમાં સારાએ જણાવ્યું કે કેવી રીતે તે એક સમયે રસ્તા પર ડાન્સ કરતી હતી અને લોકોએ તેને ભિખારી સમજીને પૈસા આપ્યા હતા. મજાની વાત એ છે કે તેણે તે પૈસા પણ રાખી પણ લીધા હતા. સારાએ જણાવ્યું હતું કે એકવાર તે તેના પિતા સૈફ, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે ફરવા ગઈ હતી. આ દરમ્યાન તેના માતા-પિતા થોડી ખરીદી કરવા માટે એક દુકાનની અંદર ગયા હતા. હું અને ઈબ્રાહીમ હાઉસ હેલ્પર દુકાનની બહાર ઉભા હતા.

ખબર નહીં એવું શું થયું કે અચાનક હું ડાન્સ કરવા લાગી. લોકો ત્યાં રોકાઈને મને પૈસા આપવા લાગ્યા કારણ કે તેમને લાગ્યું કે હું ભીખ માંગું છું. મેં પૈસા પણ રાખી લીધા હતા. મને સમજાયું કે મને પૈસા મળી રહ્યા છે, ગમે તે કરો, કરતા રહો, મેં ફરીથી ડાન્સ કરવાનું શરુ કરી દીધું. આ પછી જ્યારે તેના માતા-પિતા ખરીદી કરીને પાછા આવ્યા તો ઘરના હેલ્પરે કહ્યું કે બધા લોકોને તે એટલી સુંદર લાગી કે દરેક તેને પૈસા આપી રહ્યા છે. આ વાત પર અમૃતાએ કહ્યું કે ક્યૂટ નહિ ભિખારી લાગી રહી હતી.

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને કારણે તેને બેસ્ટ ડેબ્યૂ ફિમેલ અભિનેત્રીનું સન્માન પણ મળ્યું હતું. આ પછી સારાએ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ અને ઈમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ’ ફિલ્મમાં નજર આવી હતી. ત્યારબાદ તેની ‘કુલી નંબર 1’ આવી જે વધારે કમાલ બતાવી શકી નહીં. તાજેતરમાં અભિનેત્રીની ‘અતરંગી રે’ OTT પર રિલીઝ થઈ હતી જેમાં પણ દર્શકોને ગમી હતી નહિ.

Live 247 Media

disabled