જયારે કરીના નણંદના કાર્યક્રમમાં પહોંચી હતી આ બોલ્ડ ડ્રેસ પહેરીને, 7 તસ્વીરો જોઈને ચઢી ગયો હતો લોકોનો પારો - Chel Chabilo Gujrati

જયારે કરીના નણંદના કાર્યક્રમમાં પહોંચી હતી આ બોલ્ડ ડ્રેસ પહેરીને, 7 તસ્વીરો જોઈને ચઢી ગયો હતો લોકોનો પારો

આ 7 તસ્વીરોમાં કરીનાનું ન દેખાવાનું દેખાઈ ગયેલું, જુઓ…

બોલિવૂડ અભિનેત્રી બેબો કરીના કપૂર ખાન તેની ડ્રેસિંગ સ્ટાઇલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એ હંમેશા પોતાના લૂકથી અને કપડાથી બીજાને પ્રભાવિત કરી નાખે છે.

કોઈ પણ ઇવેન્ટમાં તે સામેલ થાય ત્યારે તેનું ડ્રેસિંગ એકદમ અલગ જ હોય છે કે બધાની જ નજરો એના પર ટકેલી રહે છે. પરંતુ એક ઇવેન્ટમાં કરીના કપૂરના ડ્રેસને જોઈને લોકો ભડકી પણ ઉઠ્યાં હતા અને સોશિયલ મીડિયા પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

કરીના કપૂર પ્રેગ્નેન્ટ હતી એ સમયે તેનું વજન ખૂબ જ વધી ગયું હતું પણ દીકરાના જન્મ બાદ તેને પોતાના શરીરને ફરીથી ફિટ અને સુડોળ બનાવવા માટે વર્કઆઉટ શરુ કરી દીધું હતું. એ પછી તે થોડા જ મહિનામાં તેને વજન ઘટાડીને પોતાના પહેલા જેવું જ શરીર કરી દીધું હતું.

તેને પોતાનું આ ફિટ બોડી ફ્લોન્ટ કરવા માટે બોડી હગિંગ જીન્સ, ટોપથી લઈને ડ્રેસીસ પણ પહેરવાના શરુ કરી દીધા હતા. એટલે જ તેના ચાહકોએ પણ તેની આ ફિટ રહેવાની મહેનતના વખાણ કર્યા હતા અને તેના લૂક્સની પણ ચર્ચાઓ થતી હતી.

વર્ષ 2017માં ડિસેમ્બરમાં સોહા અલી ખાનની લખેલી બૂકની લોન્ચ ઇવેન્ટ હતી. એને સપોર્ટ કરવા માટે આ ઇવેન્ટમાં તેમનો આખો પરિવાર સામેલ થયો હતો.

સોહા અલી ખાનના પતિ કુણાલ ખેમુ, માતા શર્મિલા ટાગોર, ભાઈ સૈફ અલી ખાન અને તેમની સાથે કરીના કપૂર ખાન પણ આ ઇવેન્ટમાં સામેલ થઇ હતી.

પરિવારના સભ્યને સપોર્ટ કરવા માટે બેબોના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા, પરંતુ ઇવેન્ટની તસ્વીરો સામે આવ્યા બાદ લોકો તેના કપડાં જોઈને ભડકી ગયા. લોકોએ કરીના કપૂરના લાલ બોડીકૉન ડ્રેસની ખૂબ જ ટીકા કરી હતી.

ઇવેન્ટમાં સોહા અલી ખાનથી માંડીને પરિવારના બધા જ સભ્યો ખૂબ જ સાદા, અને સરળ રંગના કપડામાં જોવા મળ્યા હતા, જયારે કરીના કપૂરે બોલ્ડ નેકલાઈનવાળો લાલ ડ્રેસ પહેર્યો હતો. દેખીતી વાત છે કે અભિનેત્રીના આ લૂકને જોઈને પાપારાઝી એની તસ્વીરો લેવા લાગ્યા હતા. આના કારણે સોહાની ઇવેન્ટ અને બૂકને બદલે કરીના કપૂરના ડ્રેસને વધુ લાઈમલાઈટ મળી. જે વાત લોકોને પસંદ ન આવી.

લોકોએ સોશિયલ મીડિયા પર કરીના કપૂરના ડ્રેસની સિલેક્શનને લઈને ખૂબ જ ગુસ્સો જતાવ્યો. લોકોએ તેના આ ડ્રેસ પહેરવાની વાતને ખોટી ગણાવી અને કરીના પર અટેંશન સીકર હોવાનો આરોપ પણ લગાવ્યો. કેટલાક યુઝરે તો લખ્યું હતું કે સૈફે કરીનાને આ માટે રોકવી જોઈતી હતી, પણ એ તો એના જ ડ્રેસના મેચિંગનું જેકેટ પહેરીને પહોંચી ગયો.

લોકોએ તો એમ પણ કહી નાખ્યું હતું કે લાગે છે કે કરીના અટેંશનની ભૂખી થઇ ગઈ છે, એટલે જ તો એની પોતાની નણંદની ઇવેન્ટને પણ પોતાની ઇવેન્ટ બનાવી લીધી.

Live 247 Media

disabled