એજાઝ ખાને બધાની સામે પવિત્રા પુનિયાને ખોળામાં ઉઠાવીને કરી કિસ, ફેન્સ બઘવાઈ ગયા – જુઓ વીડિયો

આ ખાન તો જબરો નીકળ્યો, પવિત્રાને એવી રીતે KISS કરી કે જોતા ફેન્સ બોલ્યા થોડીક તો શરમ રાખો બધા વચ્ચે

‘બિગબોસ 14’નો ભાગ રહી ચૂકેલા અભિનેતા એજાઝ ખાન અને પવિત્રા પુનિયાની લવ સ્ટોરી આ શોથી જ શરૂ થઈ હતી.  બંનેની જોડીને નેશનલ ટેલિવિઝન પર ખૂબ પસંદ કરવામાં આવી હતી.  શરૂઆતમાં બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો પરંતુ શોના અંત સુધીમાં બંને વચ્ચે પ્રેમના ફૂલ ખીલવા લાગ્યા હતા.

ત્યાંથી જ તેમના સંબંધોની શરૂઆત થઈ હતી અને હવે એજાઝ ખાન અને પવિત્રા પુનિયા ઘણી વાર સાથે જોવા મળતા હોય છે. તાજેતરમાં ફરી એકવાર એજાઝ અને પવિત્રા પેપરાજીના કેમેરામાં કેદ થયા હતા. પરંતુ આ બંનેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં બંને ફરી એકવાર મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. આ દરમ્યાન બંને ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. એજાઝ ખાન તેની લેડી લવ પવિત્રા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ક્યારેય પાછળ નથી પડતા. આ વખતે એજાઝે બધાની સામે પવિત્રા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને એજાઝની આ રીત આવી હતી નહિ અને યુઝર્સે એજાઝને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

વાયરલ વીડિયોમાં એજાઝ અને પવિત્રા સફેદ કલરના આઉટફિટમાં નજર આવી રહ્યા છે. વીડિયોમાં બંને ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. એજાઝ ખાન અને પવિત્રા પુનિયાનો આ વીડિયો સેલિબ્રિટી પત્રકાર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં એજાઝ ખાન અને પવિત્રા પુનિયા એક પાર્ટીમાં હાજરી આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં એજાઝ ખાન પેપરાજીનો કેમેરા જુએ છે અને પવિત્રા પુનિયાને તેના ખોળામાં ઉઠાવી લે છે. આ પછી એજાઝ ખાન પવિત્રાને બધાની સામે કિસ કરે છે. એજાઝ પવિત્રાને માસ્ક ઉતારીને કિસ કરવા માંગતો હતો પરંતુ પવિત્રાએ ના પાડી હતી. વીડિયોમાં પેપરાજીની માંગ પર બીજી વખત એજાઝ પવિત્રાને તેના ખોળામાં ઊંચકી લે છે.  પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયોમાં આ રોમેન્ટિક સ્ટાઈલ પસંદ નથી આવી. આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘પહેલાં તેને સ્પર્શ કરવામાં પણ સમસ્યા હતી, હવે તે આ બધું કરી રહ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘શું તેમની પાસે ઘર નથી, આ બધુ શો ઓફ કરો છો, ઘરમાં જરૂર ઝઘડતા હશે.’ જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘થોડી પ્રાઈવસી રાખો.’ જો કે ઘણા એવા લોકો છે જેઓ બંનેના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

disabled