સૈફ અલી ખાનનું પટૌડી પેલેસ છે ખુબ જ આલીશાન, નિકાહ કરીને ભારે નસીબદાર થઇ ગઈ કરીના ખાન - Chel Chabilo Gujrati

સૈફ અલી ખાનનું પટૌડી પેલેસ છે ખુબ જ આલીશાન, નિકાહ કરીને ભારે નસીબદાર થઇ ગઈ કરીના ખાન

150 રૂમ, 100 નોકર, કિંમત 800 કરોડ રૂપિયા… નવાબનું આ જ જોઈને કરીનાએ ધર્મની દીવાલ તોડીને નિકાહ કર્યા હશે?

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને આ વર્ષે લગ્નની વર્ષગાંઠ પટૌડી પેલેસમાં ઉજવી હતી. 16 ઓક્ટોમ્બરે સૈફ અને કરીનાના લગ્ન થયા હતા. દિલ્હીની આજુ બાજુ કરીના ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે મુંબઈથી પરિવારની સાથે પટૌડી પેલેસ પહોંચી હતી અને ત્યાંથી સીધી શૂટિંગના સ્થળ પર ગઈ હતી.  હરિયાણાના ગુરુગ્રામમાં આવેલ પટૌડી પેલેસ સૈફનું પૈતૃક ઘર છે.

બધી સુવિધાઓથી સજ્જ આ આલીશાન પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. જેમાં આધુનિક સુખ સુવિધાઓથી જોડાયેલ બધી વસ્તુઓ છે. પેલેસમાં મોટા હોલ અને વૃક્ષોથી ભરેલું ગાર્ડન સાથે બધું જ છે. વર્ષો પછી પણ પેલેસની સુંદરતા જોતા જ બને છે.

વર્ષ 1900ની શરૂઆતમાં પટૌડી પેલેસનું નિર્માણ થયું હતું. આ પેલેસને ઇબ્રાહિમ કોઠીના નામથી પણ ઓખવામાં આવે છે. થોડા સમય પહેલા  જ લીઝ ચૂકાવીને સૈફે એની પઝેશન પાછી લીધી હતી. સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું- પટૌડી પેલેસ મારા પિતાએ ફ્રાન્સિસ અને અમનને ઉધાર આપ્યું હતું જે પેલેસમાં હોટલ ચલાવતા હતા. તે લોકો પ્રોપર્ટીની ખુબ  જ સરસ રીતે સંભાળ રાખતા હતા અને અમારા પરિવારના સદસ્યોની જેવા હતા. ફ્રાન્સિસ હવે આ દુનિયામાં રહ્યા નથી.

સૈફ અલી ખાને આગળ કહ્યું, ‘ આ પ્રોપર્ટી નિમરાળા હોટેલની પાસે ભાડે આપી હતી.  જયારે પિતાનું મૃત્યું થઇ ગયું હતું તો મારા મનમાં પેલેસ પાછું લેવાની ઈચ્છા જાગી હતી. એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે જોકે મને આ વારસામાં મળવું જોઈએ પરંતુ મેં આ પેલેસની કિંમત ચૂકવી છે.

સૈફનાં પ્રમાણે ફિલ્મથી જેટલા પણ પૈસા કમાયા હતા તે પૈસાથી જ પેલેસ પાછો લઇ લીધો હતો. સૈફ અલી ખાન અને તેમનો પરિવાર  ઘણીવાર પેલેસમાં સમય પસાર કરવા જતા હોય છે. દિગ્ગ્જ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ ત્યાં આવતી રહેતી હોય છે.

એક મેગેઝીનના પ્રમાણે પટૌડી પેલેસમાં લગભગ 150 રૂમ છે જેમાં 7 ડ્રેસિંગ રૂમ, 7 બેડરૂમ, 7 બિલિયર્ડ રૂમ અને મોટો ડાઇનિંગ રૂમ છે. સૈફ અલી ખાનના દાદા ઈફ્તિખાર અલી ખાને આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. પેલેસની ડિઝાઇન રોબર્ડ ટોર રસેલે કરી છે. પેલેસ એટલો આલીશાન છે કે તેની આગળ મોટા મોટા બંગલા પણ નાના લાગે. તૈમૂરના જન્મદિવસના દિવસે આખો પરિવાર પેલેસમાં જ ભેગા થયા હતા.

પેલેસમાં ઘણા મોટા મેદાન, ઘોડા માટેના અસ્તબલ અને ગેરેજ છે. રીનોવેશન પછી સૈફે પેલેસની તસવીર શેર કરી હતી. આ પરિવારનો ઇતિહાસ તો 200 વર્ષ કરતા પણ જૂનો છે પરંતુ આ મહેલને લગભગ 80 વર્ષ જેવું જ થયું છે. જણાવી દઈએ કે મંસૂર અલી ખાન 9માં નવાબ હતા જયારે તેના પછી સૈફ અલી ખાન 10માં નવાબ છે. પટૌડી પેલેસ 120 એકરમાં ફેલાયેલો છે.

આ પેલેસનો રોયલ લુક અને ભવ્યતાના લીધે ખુબ મશહૂર છે. શાનદાર પેન્ટિંગ અને આર્ટ વર્કથી સજેલી દીવાલો અને સુંદર ગાર્ડનથી ઘેરાયેલ પેલેસ ખુબ જ સુંદર નજર આવી રહ્યો છે. આ પેલેસનું ઇન્ટિરિયર પણ ખુબ જ આલીશાન રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

પેલેસની એક ઝલક જોવા માટે લોકો બેતાબ રહેતા હોય છે. જણાવી દઈએ કે આ પેલેસમાં ઘણા ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે જેમાં ‘મંગલ પાંડે’, ‘વીર-ઝારા’, ‘ગાંધી: માય ફાધર’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ ફિલ્મો શામેલ છે.

Live 247 Media

disabled