હે રામ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલ પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો...નજીકના વ્યક્તિનું નિધન થતા બધાય રડી પડ્યા... - Chel Chabilo Gujrati

હે રામ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલ પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો…નજીકના વ્યક્તિનું નિધન થતા બધાય રડી પડ્યા…

બોલિવૂડ એક્ટર પરેશ રાવલના સાસુ એટલે કે તેમની અભિનેત્રી પત્ની સ્વરૂપ સંપતની માતા ડૉ. મૃદુલા સંપતનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. મૃદુલા સંપતે 3 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. તેમની વિદાયથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રૂપ સંપતે ઈન્સ્ટાગ્રામ પર માતાના નિધનની માહિતી શેર કરી રહી હતી.મસ્વરૂપ સંપતની માતા 92 વર્ષના હતા અને તેમણે તેમના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 8 સપ્ટેમ્બર 1931ના રોજ જન્મેલા ડૉ. મૃદલા સંપતનું 3 એપ્રિલ 2023ના રોજ નિધન થયું છે. તેમણે શોકાકુલ પરિજનોની લિસ્ટમાં પોતાના અને પરેશ રાવલ સિવાય ભાઇ રાજનાથ સંપત અને ભાભી નેહાનું નામ લખ્યુ છે. આ સાથે પોતાના અને ભાઈના બાળકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે પરેશ રાવલે વર્ષ 1987માં મિસ ઈન્ડિયા રહી ચૂકેલી અભિનેત્રી સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા. પરેશ અને સ્વરૂપ સંપતની લવ સ્ટોરી વર્ષ 1975માં શરૂ થઈ હતી. લગભગ 2 વર્ષ બાદ સ્વરૂપના જીવનની એક મોટી ઉપલબ્ધિ તેની રાહ જોઈ રહી હતી. વર્ષ 1979માં સ્વરૂપ સંપતે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી બંનેએ પોતાની કારકિર્દીની સફર ચાલુ રાખી.

થોડા વર્ષોના પ્રેમ બાદ બંનેએ વર્ષ 1987માં લગ્ન કરી લીધા હતા. આજે બંનેને બે બાળકો આદિત્ય રાવલ, અનિરુદ્ધ રાવલ છે. અભિનેત્રીનો જન્મ અને ઉછેર એક ગુજરાતી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા લોકપ્રિય ગુજરાતી થિયેટર કલાકાર હતા અને માતા મૃદુલા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હતા.

બીજી તરફ એક્ટર પરેશ રાવલના કરિયરની વાત કરીએ તો તે જલ્દી જ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સાથે ફિલ્મ ‘હેરા ફેરી 3’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં ત્રણેય કલાકારો સાથે સંજય દત્ત પણ જોવા મળશે, જે ફિલ્મમાં એક અંધ ડોનની ભૂમિકામાં હોવાનું કહેવાય છે. તે જ સમયે, આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે.

Live 247 Media

disabled