હે ભગવાન આ શું થયું, ઘરે ઘરે ફેમસ થયેલ અભિનેત્રીએ 21 વર્ષની ઉંમરે કરી આત્મહત્યા - Chel Chabilo Gujrati

હે ભગવાન આ શું થયું, ઘરે ઘરે ફેમસ થયેલ અભિનેત્રીએ 21 વર્ષની ઉંમરે કરી આત્મહત્યા

રવિવારે ટેલિવિઝન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. ટીવી સિરિયલ મોન માને નામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલ્લવી ડેનું મોત થઇ ગયુ. કોલકાતાના ગરફામાં ફ્લેટમાં અભિનેત્રી મૃત હાલતમાં મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસ સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પલ્લવી ડેની લાશ પંખા પર લટકતી હાલતમાં મળી આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ કેસમાં કોલકાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને પલ્લવી ડેના મોત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પલ્લવી ડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટનાથી બંગાળી મનોરંજન ઉદ્યોગ આઘાતમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો મામલો કહેવાય છે. આ મામલે પોલીસે અકુદરતી મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પલ્લવીની લાશ તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પલ્લવીની અચાનક આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પલ્લવી બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તે ટીવી શો ‘મોન માને ના’માં લીડ રોલમાં જોવા મળી હતી.પલ્લવીની કો-સ્ટાર અનામિત્રા બટબાયલે કહ્યું, “હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. અમે 12 મેના રોજ ટીવી સિરિયલ માટે શૂટિંગ કર્યું હતું અને પછી એકબીજા સાથે વાતચીત કરી હતી.

હું હજી પણ સમાચાર પર વિશ્વાસ કરી શકતી નથી.” પલ્લવીના કરિયરની વાત કરીએ તો ટીવી સિરિયલ ‘રેશમ ઝાંપી’માં કામ કર્યા બાદ તેને ખાસ ઓળખ મળી હતી.પલ્લવી તેના ફેન્સની ફેવરિટ હતી. તેના અભિનય અને પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. પલ્લવીના અવસાનથી તેના સ્ટાર્સ સહિત તેના ચાહકોને એવું દુઃખ થયું છે, જે કદાચ તેમના દિલમાંથી ક્યારેય દૂર થઈ શકશે નહીં.

Live 247 Media

disabled