શું સૈફના દીકરા ઇબ્રાહિમ સાથે શ્વેતા તિવારીની લાડ્લીનું લફડું ચાલી રહ્યું છે ? ચહેરો છૂપાવવા પાછળની જણાવી હકિકત

શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી બહુ ઓછા સમયમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઈ છે. પલકનો ગ્લેમરસ અને સિઝલિંગ લુક સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાયેલો રહે છે. તેના અભિનયની સાથે, પલક સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ ખાન સાથેના તેના અફેરને કારણે પણ ઘણી ચર્ચામાં રહી છે.  થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પલક તિવારીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે ઈબ્રાહિમ અલી ખાન સાથે કારમાં બેઠેલી જોવા મળી હતી અને પેપરાજીને જોઈને પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ બંને રિલેશનશિપમાં હોવાના સમાચારે આગ પકડી લીધી હતી.

હવે પલકે જણાવ્યુ કે ઈબ્રાહિમ અને તેની વચ્ચે શું સંબંધ છે અને તેઓ એકબીજા સાથે કેવા પ્રકારનું બોન્ડ શેર કરે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પલક તિવારીએ જણાવ્યું કે તે બંને માત્ર મિત્રો છે. પલકે કહ્યું- આ માત્ર મિત્રતા છે. લોકો આવું અનુમાન લગાવી રહ્યા હતા, તેથી મેં તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. અમે આઉટિંગ પર નીકળ્યા અને પેપરાજીએ અમને કેમેરામાં કેદ કરી લીધા. ત્યાં જ તેનો અંત આવ્યો. પલકે આગળ કહ્યું- અમારી બંને સાથે બીજા ઘણા લોકો હતા. અમે ત્યાં એકલા જ ન હતા.

પરંતુ તે આ રીતે દર્શાવવામાં આવ્યું હતું. તે લોકો દ્વારા બનાવવામાં આવેલ કથા હતી, જે તેમને ખૂબ જ પસંદ આવી હતી. જ્યારે પલકને પૂછવામાં આવ્યું કે તે પેરરાજીને જોઈને પોતાનો ચહેરો કેમ છુપાવી રહી હતી ? આના પર પલકે જવાબ આપ્યો કે તે માત્ર તેની માતા શ્વેતા તિવારીના કારણે જ પોતાનો ચહેરો છુપાવી રહી છે, કારણ કે તેણે બહાર નીકળ્યાના થોડા સમય પેહલા જ માતા સાથે વાત કરી હતી અને કહ્યુ હતુ કે તે ઘરે આવવા નીકળી ગઇ છે. સાથે તેના લોકેશન વિશે ખોટું બોલ્યું હતું.

પલકે કહ્યું- મારી મમ્મી પેપરાજીની તસવીરોથી મારું લોકેશન ટ્રેક કરતી રહે છે. તે રાત્રે, એક કલાક પહેલા, મેં તેને કહ્યું કે હું ઘરે જવા નીકળી છું. હું બાંદ્રામાં હતી. મેં કહ્યું કે મમ્મી, અહીં બહુ ટ્રાફિક છે. હું રસ્તામાં છું અને પછી તે ફોટા બહાર આવ્યા. પલકે કહ્યું- જેવા પેપરાજી ત્યાં દેખાયા, મેં વિચાર્યું કે હવે મારી મમ્મી મને જોશે અને ત્યારે જ તેણે મને તે ફોટો મોકલ્યો અને કહ્યું કે તું જૂઠુ બોલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પલકનું કહેવું છે કે તેણે પોતાનો ચહેરો માત્ર તેની માતા શ્વેતા તિવારીના કારણે છુપાવ્યો હતો. તે જ સમયે, ઇબ્રાહિમ વિશે, પલક કહે છે – અમે સારા મિત્રો છીએ. તે ખૂબ જ સ્વીટ છોકરો છે. અમે ક્યારેક એકબીજા સાથે વાત કરીએ છીએ. પલકે કહ્યું કે તે સિંગલ છે.

disabled