ઇબ્રાહિમ અલી ખાન અને નિર્વાન ખાન સાથે ડિનર કરવા પહોંચી શ્વેતા તિવારીની લાડલી બોલ્ડ લાડલી, વાયરલ થઇ તસવીરો અને વીડિયો - Chel Chabilo Gujrati

ઇબ્રાહિમ અલી ખાન અને નિર્વાન ખાન સાથે ડિનર કરવા પહોંચી શ્વેતા તિવારીની લાડલી બોલ્ડ લાડલી, વાયરલ થઇ તસવીરો અને વીડિયો

બાપ એવો દીકરો…!!! નવાબના દીકરાએ શ્વેતા તિવારીની છોકરીને પટાવી?

બોલિવૂડમાં સ્ટાર કિડ્સ ઘણીવાર સાથે જોવા મળે છે અને તેમની વચ્ચેના અફેરની ચર્ચાઓ પણ સામે આવે છે. થોડા દિવસો પહેલા શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અને સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન એક કારમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ઈબ્રાહિમની કારમાં બેસીને પલક તિવારી પોતાનો ચહેરો છુપાવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી એવી ચર્ચાઓ થવા લાગી કે ઈબ્રાહિમ અને પલક એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જો કે પલકે આવા તમામ વાતોને અફવા ગણાવી અને કહ્યુ કે તે બંને સારા મિત્રો છે. ત્યારે ફરી એકવાર તે ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી, પરંતુ આ વખતે પલકે કોઈની સામે પોતાનો ચહેરો છુપાવ્યો ન હતો. પલક તિવારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ઉતાવળમાં નીકળી રહી છે અને મોડું થવાનું કારણ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodMDB (@bollywoodmdb.official)

બીજી તરફ ઈબ્રાહીમ અલી ખાન પોતાના મિત્રો સાથે કારમાં જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ફરી એકવાર આ બંને વચ્ચેના સંબંધો વિશે પૂછવા લાગ્યા. છેલ્લી વખત જ્યારે ઈબ્રાહિમ અને પલક એકસાથે જોવા મળ્યા હતા ત્યારે લોકો તેમના અફેરની ચર્ચા કરવા લાગ્યા હતા. આનું કારણ પલકનો ચહેરો છુપાવવાનું હતું. લોકોને પલકની આ એક્ટિંગ એકદમ વિચિત્ર લાગી હતી, પરંતુ આ વખતે પલકની સ્ટાઈલ સાવ અલગ જ લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shaandaar khabri (@shaandaarkhabri)

જો કે ચાહકો હજી પણ બંનેના સંબંધો વિશે જાણવા માંગે છે, પરંતુ આ વિષય પર પલક અને ઇબ્રાહિમ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે બંને સારા મિત્રો છે. લુકની વાત કરીએ તો ઈબ્રાહિમ સફેદ શર્ટ અને કેઝ્યુઅલ પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે પલક પણ સફેદ ટોપ, ગ્રે જેકેટમાં ગ્રીન સ્કર્ટમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી. જો કે આ વખતે તેમની સાથે સોહેલ ખાનનો દીકરો નિર્વાન ખાન પણ હાજર હતો. નિર્વાન ખાન, પલક અને ઈબ્રાહિમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, પલક ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. તે હાર્ડી સંધુના સુપરહિટ મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’માં જોવા મળી હતી. ઈબ્રાહિમની વાત કરીએ તો તે હાલમાં કરણ જોહરને તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Live 247 Media

disabled