5 પાકિસ્તાની ખિલાડી જેમણે ભારતીય મહિલાઓ પટાવી લીધી, 1ના થયા છે છુટાછેડા - Chel Chabilo Gujrati

5 પાકિસ્તાની ખિલાડી જેમણે ભારતીય મહિલાઓ પટાવી લીધી, 1ના થયા છે છુટાછેડા

ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. આ ખેલાડીઓની પત્નીઓ હંમેશા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતી હોય છે. પાકિસ્તાનની સુંદર પત્નીઓની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવે છે. ઘણીવાર એવું કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા નથી હોતી અને કોઈ ધર્મ નથી હોતો. જ્યાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોમાં મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર હરીફાઈ છે ત્યારે કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ એવા પણ છે જેમણે સરહદ પાર એટલે કે ભારતમાં તેમના જીવનનો પ્રેમ મળ્યો છે.

1. શોએબ મલિક :  પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન શોએબ મલિકે ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની જોડી તેમાંથી એક છે જેના સંબંધો વિશે લગભગ બધા જાણતા હશે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક તેમના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. આ લગ્નથી તેમને એક પુત્ર પણ છે. શોએબ મલિક અને સાનિયા મિર્ઝા ઘણી વખત મેદાન પર એકબીજાને ચીયર કરતા પણ જોવા મળતા હોય છે.

2. રીટા લુથરા : પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ બેટ્સમેન કે જેણે એશિયાના બ્રેડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે ભારતીય મહિલા રીટા લુથરા સાથે લગ્ન કર્યા છે. રીટા લુથરા ઝહીર અબ્બાસની બીજી પત્ની છે. ઝહીર અબ્બાસે તેની પહેલી પત્ની નસરીન સાથે છૂટાછેડા લીધા બાદ 1988માં રીટા લુથરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રીટા લુથરાને ધર્મ પરિવર્તન કર્યું બાદમાં તેનું નામ સમીના અબ્બાસ પડ્યું. બંને હાલમાં કરાચીમાં રહે છે અને સમીના પોતાનો ઈન્ટીરીયર ડીઝાઈનીંગ બિઝનેસ ચલાવે છે.

3. મોહસીન ખાન : પૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહસીન ખાને ભારતની પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી રીના રોય સાથે લગ્ન કર્યા હતા. મોહસીન ખાને રીના રોય સાથે લગ્ન કર્યા બાદ મુંબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. બંનેને જન્નત નામની પુત્રી પણ છે. જો કે બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 1990ના દાયકાની શરૂઆતમાં બંને અલગ થઈ ગયા. મોહસીન ખાને પાકિસ્તાન માટે 48 ટેસ્ટ અને 78 વનડે મેચ રમી છે.

4. હસન અલી : પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ભારતની રહેવાસી સામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા છે. સમાચાર અનુસાર બંને દુબઈમાં એકબીજાને મળ્યા હતા જ્યાં તેમની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2019માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સામિયાની વાત કરીએ તો તે ફરીદાબાદની રહેવાસી છે અને અમીરાત એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કરે છે.

 

5. ફૈઝલ ​​કુરેશી : પાકિસ્તાનના પ્રખ્યાત ગોલ્ફર ફૈઝલ કુરેશીનું દિલ પણ ભારતીય મહિલા પર આવી ગયું હતું. ફૈઝલ ​​કુરેશીએ ભારતીય ગોલ્ફ ખેલાડી નોનીતા લાલ સાથે લગ્ન કર્યા છે. 1990માં લગ્ન બાદ બંને શ્રીલંકા ગયા હતા જો કે થોડા વર્ષો પછી બંનેએ ભારત આવવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં રહેવા લાગ્યા હતા.

Live 247 Media

disabled