સોનમ કપૂરે ‘ન્યૂ યરના’ દિવસે પતિ સાથે ખુલ્લમ ખુલ્લા કર્યું લિપલોક, જુઓ સેલિબ્રેશનની તસવીરો
લાંબા સમય બાદ દુનિયાભરમાં ઘૂમધામથી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાની વચ્ચે લોકોએ વર્ષ 2022ની ધમાકેદાર શરૂઆત કરી છે. જોકે મહામારીના કારણે નવા વર્ષનું જશ્ન આ વર્ષે થોડું ફીકુ રહ્યું. વધી રહેલા કોરોના કેસના કારણે આ વખતે લોકોએ ઘરમાં રહીને નવા વર્ષનું જશ્ન મનાવ્યું હતું. પરંતુ બધાએ પોત-પોતાના અંદાજમાં નવા વર્ષનું જશ્ન મનાવ્યું હતું.
View this post on Instagram
મધ્યમ વર્ગથી લઈને મોટા માણસો બધા લોકોએ ખુબ એન્જોય કર્યું હતું. બોલિવૂડ સેલેબ્સે પણ નવા વર્ષને અલગ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યું હતું. આ બધાની વચ્ચે બોલિવૂડની ફેમસ અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર તેના ‘ન્યૂ યર’ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે. સોનમ કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાંથી એક છે.
અભિનેત્રીએ તેના પતિ આનંદ આહુજા સાથે ખુબ જ રોમેંટિક અંદાજમાં નવા વર્ષની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ તેના પતિ આનંદને લિપલોક કરીને તેનું નવું વર્ષ શરુ કર્યું હતું. તેના આ ખાસ પળને અભિનેત્રીએ ચાહકો સાથે શેર કરી હતી. અભિનેત્રીએ વર્ષ 2022ની આ પહેલી પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટમાં સોનમ પતિ આનંદ આહુજા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી અને તેના પતિ ખુબ રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. નવા વર્ષના આ ખાસ દિવસે બંનેએ બ્લેક કલરનું આઉટફિટ પહેરેલું હતું. અભિનેત્રીએ બ્લેક આઉટફિટ સાથે ડાયમંડ જવેલરી મેચ કરી છે.
શેર કરેલી આ તસવીરોને સોનમે તેના પતિને કિસ કરીને પછી લિપલોક કરતી નજર આવી રહી છે. તેની સાથે જ અભિનેત્રીએ ‘ન્યૂ યર’ સેલિબ્રેશનની પણ ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં ‘ન્યૂ યર’ ડેકોરેશન પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.
તસવીરોને શેર કરતા અભિનેત્રીએ એક સુંદર નોટ પણ શેર કરી હતી. નોટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે,’મારા પ્રેમ ને હેપ્પી ન્યૂ યર. તમે એ માણસ છો જેની સાથે હું દરેક વર્ષ નવા વર્ષ મનાવવા માંગુ છુ. 2022માં તમારા બધાનું સ્વાસ્થ્ય અને ખુશીની પ્રાર્થના કરું છુ.’
સોનમ કપૂર અને આનંદની આ તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોની સામે આવતા જ લોકો રિએક્શન આપી રહ્યા છે. પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ અને હજારોમાં કોમેંટ્સ આવી ચુકી છે. તેમજ અભિનેત્રીના ચાહકો પણ તેમને નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા છે.
સોનમ કપૂર આ દિવસોમાં ફિલ્મોની દુનિયાથી દૂર તેના પતિની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે અને અભિનેત્રી તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોને તેની પર્સનલ લાઈફની ઝલક દેખાડતી રહેતી હોય છે. અભિનેત્રી તેના ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે તેના સિવાય સોનમ કપૂર તેના બેબાક સ્ટેટમેન્ટ માટે પણ ચર્ચામાં રહેતી હોય છે.