લાજ શરમને નેવે મૂકીને દાદાની ઉંમરનો આ વૃદ્ધ લઇ આવ્યો છોકરી જેવડી ઉંમરની દૂધ જેવી ધોળી કન્યા, લોકો કરી રહ્યા છે વાતો - Chel Chabilo Gujrati

લાજ શરમને નેવે મૂકીને દાદાની ઉંમરનો આ વૃદ્ધ લઇ આવ્યો છોકરી જેવડી ઉંમરની દૂધ જેવી ધોળી કન્યા, લોકો કરી રહ્યા છે વાતો

ટોમ ઇમામ અને મિષ્ટીએ તેમના ફેસુબુક પેજ ઉપર તેમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં દંપતી ખુબ જ ખુશ થઈને લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી કરતું જોવા મળી રહ્યું છે. ટોમ ઇમામ અને મિષ્ટીની એનવર્સરી ગત 26 સપ્ટેમ્બરના રોજ હતી. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આજકાલ પ્રેમની અંદર નાત જાતના બંધનો ઉપરાંત ઉંમરના પણ બંધનો જોવામાં નથી આવતા, આપણે ઘણી જોડીઓ એવી જોઈ હશે જેમાં ઉંમરનું ખુબ જ મોટું અંતર હોવા છતાં પણ એકબીજા સાથે જિંદગી જીવવાનો નિર્ણય કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા કપલની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

થોડા સમય પહેલા એવા જ એક વ્યક્તિના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા, જેને તેની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરી અને સૌને હેરણીમાં મૂકી દીધા હતા. આ વ્યક્તિનું નામ હતું ટોમ ઇમામ અને તેને મિષ્ટી. તે બંનેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા.

ત્યારે હાલમાં આ દંપતીએ પોતાના લગ્નની બીજી વર્ષ ગાંઠ ઉજવી છે જેની તસવીરો સામે આવતાની સાથે જ આ દંપતી ફરી ચર્ચામાં આવ્યું છે. આ તસ્વીરોમાં આ કપલ ખુબ જ રોમાન્ટિક નજર આવી રહ્યું છે સાથે જ ટોમ ઇમામ તેમની પત્ની મિષ્ટીને એક સુંદર ભેટ આપતા પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “આજે અમારી બીજી એનિવર્સરી છે. આજના દિવસે 26 સપ્ટેમ્બર 2019ના રોજ અમે લગ્ન કર્યા હતા. લગ્ન વર્ષગાંઠની ખુબ ખુબ શુભકામનાઓ મારી સ્વીટ પત્ની મિષ્ટી. હું તને ખુબ જ પ્રેમ કરું છું.” તેમની આ પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ પહેલા ટોમ ઇમામે તેમના મીની વેકેશન માટેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે સ્વિમિંગ પુલની અંદર સુંદર પત્ની મિષ્ટી સાથે મજા માણતા જોવા મળી રહ્યા હતા. સામે આવેલી તસ્વીરોમાં ટોમ ઇમામ તેની પત્ની મિષ્ટીને સ્વિમિંગ પુલની અંદર ઊંચકીને જોવા મળી રહ્યા હતા, જયારે અન્ય એક તસ્વીરમાં તે બંને પાણીમાં મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.

ટોમ ઇમામ તેમના ફેસબુક પેજ ઉપર તેમની તસવીરો અવાર નવર શેર કરતા રહે છે, જેને લોકો પણ ખુબ જ લાઈક કરતા હોય છે, તેમની તસવીરો ઉપર ઘણા લોકો કોમેન્ટ પણ કરે છે, કેટલાક લોકોને તેમની આ તસવીરોમાં તેમનો પ્રેમ અને તેમની જોડી પસંદ આવે છે, તો ઘણા લોકો તેમની આ જોડીને પસંદ પણ નથી કરતા.

તમને જાણવી દઈએ કે ટોમ ઇમામ અને મિષ્ટી મૂળ બાંગ્લાદેશના રહેવાસી છે, પરંતુ હાલ તે અમેરિકામાં સ્થાઈ થઇ ચુક્યા છે. ટોમ ઈમામનો જન્મ 22 જૂન 22 1958ના બાંગ્લાદેશની રાજધાનીમાં થયો હતો તેમની ઉંમર 62 વર્ષની છે. ટોમ ઇમામ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં ટોમ ઇમામ અને તેમની પત્ની મિષ્ટીની જોડીને ખુબ જ ટ્રોલ પણ કરી હતી. પરંતુ ટોમ અને તેમની પત્ની મિષ્ટીને સોશિયલ મીડિયામાં થઇ રહેલા આવા ટ્રોલિંગથી કોઈ ફર્ક પડતો નથી. તે પહેલા પણ જણાવી ચુક્યા છે કે તેઓ તેમની પત્નીને કેટલો પ્રેમ કરે છે.

થોડા દિવસ પહેલા જ ટોમ ઇમામ અને તેમની પત્ની એક હેન્ગઆઉટ માટે પણ ગયા હતા, જ્યાંથી પણ તેમને કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેમને કેપશનમાં લખ્યું હતું કે હેંગિગ વિથ માય લવ. ખશીઓનો દિવસ તળાવ કિનારે.”

Uma Thakor

disabled