પાન મસાલાની જાહેરાત કરનારની દીકરી જુઓ કેવી ઉઘાડી થઈને પાર્ટી કરી રહી છે, ન દેખાવાનું દેખાઈ ગયું અરે રે ….
બોલિવુડના સ્ટાર કિડ્સમાં આ દિવસોમાં શાહરૂખ ખાનથી લઇને ચંકી પાંડેના બાળકો કલાકારના રૂપમાં ઉભરી રહ્યા છે. આ વચ્ચે આ લિસ્ટમાં વધુ એક નામ છે જે સોશિયલ મીડિયા પર જલવો વિખેરતી નજર આવી રહી છે. આ બીજું કોઇ નહિ પરંતુ બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન છે. ન્યાસા એક સ્ટાર કિડના રૂપમાં ઉભરી રહી છે. ન્યાસાની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
ન્યાસાએ હજી સુધી બોલીવુડમાં ડેબ્યુ પણ કર્યું નથી છતાં તેની લોકપ્રિયતા કોઈ બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી. કાજોલ દીકરી સાથે એક સુંદર બોન્ડ શેર કરે છે. ન્યાસા બોલિવુડના તે સ્ટાર કિડ્સમાંની એક છે જે ઘણીવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના કપડાને લઇને ટ્રોલ પણ થઇ છે. ન્યાસા પોતાના દેખાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ન્યાસા મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ રહે છે.
ન્યાસાને પાર્ટી કરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર નવાર મિત્રો સાથે લેટ નાઈટ પાર્ટી કરતી પણ જોવા મળે છે. એવામાં એકવાર ફરીથી ન્યાસાનો પાર્ટી કરતો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ગ્રીસના એક ક્લબમાં પાર્ટી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ન્યાસાએ બ્લુ આઉટફિટ પહેરી રાખ્યા છે જેમાં તે એકદમ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. વીડિયોમાં ન્યાસા હાથમાં ડ્રિન્કનો ગ્લાસ લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. ન્યાસની સાથે અન્ય મિત્રો પણ દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં ન્યાસ મિત્રો સાથે ખુબ જ ખુશ અને મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. જો કે હંમેશાની જેમ તેને લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. લોકોએ તેનો વિડીયો જોઈને કહ્યું કે ;પપ્પાના પૈસા પર એશ કરનારી” જ્યારે અમુકે તેને અભ્યાસ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.જો કે આ પહેલી વાર નથી કે ન્યાસાને આવા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હોય, અવાર નવાર તે પોતાના દેખાવ કે પોતાના કપડાને લીધે ટ્રોલ થતી રહે છે.
સોશિયલ મીડિયા ઉપર ન્યાસાને ઘણીવાર પોતાના કપડાના કારણે ટ્રોલ થવું પડ્યું છે. તેના વારંવાર ટ્રોલ થવા ઉપર કાજોલે પણ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ટ્રોલિંગથી દુઃખ થાય છે.” કાજોલે ટ્રોલર્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. તો અજયે પણ આ જ બાબતને લઈને કહ્યું હતું કે: “તમે કાજોલ અને મને ટ્રોલ કરી શકો છો, પરંતુ અમારા બાળકોને નહીં. અમારા બાળકોને જજ કરવાનું બંધ કરો.
View this post on Instagram
અમુક દિવસો પહેલા ન્યાસા અર્જુન રામપાલની દીકરી માહિકા રામપાલ અને તેના અન્ય મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. ન્યાસાએ તેના મિત્રો સાથે ક્લબના ડાન્સ ફ્લોર પર પોઝ આપ્યા હતા જેમાં માહિકાએ ઓરહાન સાથે પોઝ આપ્યો હતો.ન્યાસા દેવગનને નવી નવી જગ્યાએ જવાનું પસંદ છે. ન્યાસા દેવગન બેફીક્રે અંદાજમાં મિત્રો સાથે ફરતી અને પાર્ટી કરતી જોવા મળતી રહે છે. ન્યાસાની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ પણ થતી રહે છે.