અજય દેવગનની દીકરી ન્યાસાએ બતાવ્યો અત્યાર સુધીનો બેસ્ટ લુક, કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં લૂટી મહેફિલ

વિમલ પાન મસાલાની જાહેરાત કરનારની હોટ દીકરીનું ફિગર જોઈને  બધાની આંખો અંજાઈ ગઈ, યુઝર્સ બોલ્યા બારી બંધ કરો મેડમ

હાલમાં જ બોલિવુડની મશહૂર સિંગર કનિકા કપૂરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્ન કર્યા છે. કનિકાએ ખૂબ જ ધૂમધામથી બીજા લગ્ન કર્યા હતા. કનિકાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. કનિકાએ લગ્ન બાદ રિસેપ્શન પણ આપ્યુ હતુ અને લગ્ન બાદની આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.

આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગનની લાડલી ન્યાસા દેવગન પણ હાજર રહી હતી. પાર્ટીમાં ન્યાસાનો બોલ્ડ અને સિઝલિંગ અવતાર જોઇ બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી. કનિકા અને ગૌતમના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં ન્યાસાએ પિંક બોડી હગિંગ ડ્રેસ પહેર્યો હતો, જે ડીપનેક ડિઝાઇનમાં હતો. આ સુપર સિઝલિંગ ડ્રેસમાં ન્યાસા તેનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ન્યાસાએ આ ડ્રેસ સાથે મેકઅપ કર્યો હતો અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં ન્યાસા ખૂબ જ ગ્લેમરસ અને ડીપનેક ડિઝાઇનને લીધે ખૂબ જ બોલ્ડ પણ લાગી રહી હતી. ન્યાસાનો આ અવતાર અત્યાર સુધીના સૌથી બોલ્ડ અવતારમાંનો એક હતો. ન્યાસા આ રિસેપ્શનમાં તેના મિત્રો સાથે જોવા મળી હતી. આ દરમિયાનની ન્યાસાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ન્યાસાનો આ ડ્રેસ એકદમ ટાઈટ અને એકદમ સિમ્પલ હતો પરંતુ તેની સ્ટાઈલ દરેકને ખૂબ જ પસંદ આવી હતી. ન્યાસા કનિકા કપૂર સાથે પોઝ આપતી વખતે તેનુ ફિગર પણ ફ્લોન્ટ કર્યુ હતુ. આ બોડીકોન ડ્રેસમાં ન્યાસા સુપર હોટ લાગી રહી હતી. આ સ્ટાર કિડના લુકે તો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. ન્યાસાના મિત્ર ઓરહાને પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં ઓરહાન અને ગુરુ રંધાવા પણ જોવા મળી રહ્યા છે.

જયારે બીજી તસવીરમાં ન્યાસા, વેદાંત અને કનિકા છે. ઓરહાને તસવીરો સાથે કેપ્શન પણ આપ્યુ છે. જેમાં તેણે લખ્યુ છે કે, હું તમારી સાથે પોતાનો સમય બરબાદ કરવા માટે એક કે બે વાર ફરીશ. આ તસવીર જેવી જ ઓરહાને સોશિયલ મીડિયા પર શેર કરી કે તરત જ લોકોએ પોસ્ટ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ પોસ્ટ પર ધડક ગર્લ જાહ્નવી કપૂરે પણ કમેન્ટ કરી છે.

તેણે કમેન્ટ કરી લખ્યુ- સમય બરબાદ કરવો આટલો સારો કયારેય નથી જોયો, જયારે બનિતા સંધુએ તસવીર શેર કરવા માટે ઓરહાનને ધન્યવાદ કહ્યુ હતુ. ચાહકોએ ન્યાસા દેવગનની કમેન્ટ સેક્શનમાં જોરદાર પ્રશંસા કરી છે. ન્યાસા ઘણી ખૂબસુરત છે અને તેની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ પણ છે. તેની અવાર નવાર તસવીરો વાયરલ થતી રહે છે. ન્યાસાના નામ પર તો સોશિયલ મીડિયા પર ઘણા ફેન પેજ પણ છે.

તમને જણાવી દઈએ કે ન્યાસાએ આ વર્ષે એપ્રિલમાં તેનો 19મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર કાજોલ અને અજય દેવગને દીકરીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

disabled