પાન મસાલાની એડ કરનાર અજય દેવગનની દીકરી કેવી હતી અને કેવી થઇ ગઈ, લોકોએ કહ્યું આ પૈસાને લીધે જ થયું છે - Chel Chabilo Gujrati

પાન મસાલાની એડ કરનાર અજય દેવગનની દીકરી કેવી હતી અને કેવી થઇ ગઈ, લોકોએ કહ્યું આ પૈસાને લીધે જ થયું છે

બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગને ભલે ફિલ્મી દુનિયામાં પગ ન મૂક્યો હોય પરંતુ તે સતત લાઇમલાઇટમાં રહે છે. તે ફેમસ સ્ટારકિડ્સમાંની એક છે. તે અવાર નવાર પેપરાજીના કેમેરામાં કેદ થાય છે. આ પછી ન્યાસા દેવગનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જોકે, ઘણી વખત તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. અજય અને કાજોલની પુત્રી ન્યાસા આજકાલ સ્ટાઇલ અને ફેશન સેન્સના કારણે દરેક જગ્યાએ છવાયેલી છે.

હાલમાં જ તેની દિવાળી પાર્ટીની તસવીરો વાયરલ થઈ હતી, જેમાં ન્યાસાના ટ્રેડિશનલ લુક પર બધાની નજર ટકેલી હતી. ન્યાસાએ ડીપનેક લહેંગામાં ચોલીમાં તબાહી મચાવી દીધી હતી. તે બાદ હાલમાં જ ન્યાસાને બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ન્યાસા બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોઈ શકાય છે. ન્યાસા કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ શાનદાર અને સ્ટાઇલિશ લાગી રહી છે. ન્યાસાએ પિંક કલર ક્રોપ ટોપ સાથે વાઈડ લેગ જીન્સ કેરી કર્યું હતું. તેણે મિનિમલ મેકઅપ સાથે ખુલ્લા વાળ રાખ્યા હતા. ન્યાસા અહીં તેના મિત્રો સાથે ડિનર કરવા આવી હતી. દેવગન ગર્લ મોટાભાગે પાર્ટીઓમાં જોવા મળે છે,

પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં મિત્રો સાથે મસ્તી કરતી હોય, તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે. ન્યાસાના આ વીડિયોમાં ઘણા લોકો તેના લુક અને સ્કિન ટોન વિશે કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, તે ઘણી બધી બદલાઈ ગઈ છે, સ્કિન ટોનથી લઈને ફીચર્સ સુધી.

ત્યાં અન્યે એકે લખ્યું, ન્યાસા ખૂબ જ ક્યૂટ છે, તેણે ફિલ્મોમાં આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ન્યાસા દેવગન અને શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન એક પ્રી-દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જ્યાં દરેક તેમની બોન્ડિંગના વખાણ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Live 247 Media

disabled