એક બાળકની મમ્મી થઈને લહેંગામાં પણ નુસરત જહાંએ કર્યા મદહોશ, બ્રાલેટ પહેરીને દેખાડી સિઝલિંગ અદાઓ
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને ટીએમસી સાંસદ એવી નુસરત જહાં દરેક રોજ કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.નુસરત પોતાની સુંદરતા અને આકર્ષક ફિગરની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ લાઇમલાઇટમાં રહે છે.નુસરત જહાંએ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.જો કે લગ્ન પછી પણ તે ઘણા વિવાદોમાં રહી હતી.
View this post on Instagram
નુસરત સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે . એવામાં એકવાર ફરીથી નુસરતે પોતાની દિલકશ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. સામે આવેલી આ તસ્વીરોમાં નુસરત પિન્ક ફ્લોરલ આઉટફીટમાં દેખાઈ રહી છે, જેમાં બ્રાલેટ અને લહેંગો પણ શામિલ છે.આ લુક સાથે નુસરતે યેલો ઈયરરિંગ પહેરી રાખી છે. ખુલ્લાવાળ, હળવો મેકઅપ અને લાલ લિપસ્ટિકમાં નુસરતની સુંદરતા જોઈને ચાહકો મદહોશ થઇ રહ્યા છે.
View this post on Instagram
નુસરતે પોતાની અલગ અલગ અદાઓ દેખાડતી ત્રણ તસવીરો શેર કરી છે,જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તસ્વીર શેર કરીને નુસરતે કૈપ્શનમા લખ્યું કે,”જ્યારે તમારી આંખો મારી આંખો સાથે મળી, મારી આત્માએ તમારા તરફ ઈશારો કર્યો અને મારા દિલમાં ખલબલી મચી ગઈ’. નુસરતના આ ફોટોશૂટ ચાહકો ખુબ સંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.નુસરતની આ તસ્વીરને હજારો લાઇક્સ મળી ચુકી છે,અને ચાહકો તેના ફિગરની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
એક યૂઝરે લખ્યું કે,”પાર્લિયામેન્ટમાં તો અનેકના દિલ તોડ્યા હશે”.જયારે અન્ય એક યુઝરે લખ્યું કે,”તમે ગુલાબી રંગમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છો,બ્યુટીફૂલ કલરફુલ અભિનેત્રી’ . આ સિવાય ચાહકો તેની તસ્વીર પર ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. નુસરત પાસે હાલના દિવસોમાં ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ છે. તે બંગાળી ફિલ્મ જય કાલી કલકત્તાવાલી અને માસ્ટર મોશાઈ અપની કીચુ દેખેન્ની ફિલ્મમાં જોવા મળવાની છે. ચાહકો પણ તેને ફિલ્મમાં જોવા માટે ખુબ અધીરા બની રહ્યા છે.