સતીશ કૌશિક બાદ વધુ એક દિગ્ગજ અભિનેતાએ દુનિયાને કહ્યુ અલવિદા, આખી ઇન્ડસ્ટ્રી ધ્રુજવા લાગી, હવે શું થશે ... - Chel Chabilo Gujrati

સતીશ કૌશિક બાદ વધુ એક દિગ્ગજ અભિનેતાએ દુનિયાને કહ્યુ અલવિદા, આખી ઇન્ડસ્ટ્રી ધ્રુજવા લાગી, હવે શું થશે …

હાલમાં જ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી 9 માર્ચના રોજ એક ખબર આવી કે મશહૂર અભિનેતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયુ. આ ખબર સામે આવ્યા બાદ બોલિવુડ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. ત્યાં હવે વધુ એક ખબર મનોરંજન જગતમાંથી સામે આવી છે. દૂરદર્શનના ફેમસ શો ‘નુક્કડ’માં ખોપડીનું કિરદાર નિભાવી મશહૂર થયેલ એક્ટર સમીર ખખ્ખરનું નિધન થઇ ગયુ છે.

સમીર ખખ્ખરને મંગળવારના રોજ શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેઓ સૂવા ચાલ્યા ગયા અને પછી બેસૂધ થઇ ગયા. તે બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા તો તેમણે આઇસીયુમાં દાખલ કરવા કહ્યુ. આ પછી તેમને યુરિન પાસ થવામાં પણ તકલીફ થવા લાગી. તેમના દીકરા અનુસાર, તેમનો છેલ્લો સમય બેહોંશીમાં જ વીત્યો. યુરિનની તકલીફ બાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા અને પછી હાર્ટે સપોર્ટ કરવાનું બંધ કરી દીધુ. ધીરે-ધીરે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થયા બાદ તેમણે સવારે 4.30 વાગ્યે દમ તોડી દીધો.

જણાવી દઇએ કે, 90ના દાયકામાં સમીર ખખ્ખર ફિલ્મોનો જાણિતો ચહેરો હતા. તેઓ પુષ્પક, શહંશાહ, રખવાલા, દિલવાલા, રાજાબાબુ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. વર્ષ 1996માં તેમણે ભારત છોડી દીધુ અને અમેરિકા જઇ રહેવા લાગ્યા. એવું કહેવાય છે કે સમીર અમેરિકા જઇ એક્ટિંગથી અલગ જાવા કોડરના રૂપમાં નોકરી કરતા હતા. ખબર એ પણ હતી કે 2008માં તેમની નોકરી છૂટી ગઇ.

ત્યાં તેમને કોઇ પણ એક્ટર તરીકે ઓળખતા નહોતા એટલે તેમને બીજી ફિલ્ડમાં કામ કરવું પડ્યુ. સમીર ખખ્ખરને ભારતમાં જે પણ કિરદાર મળતા તે નુક્કડ વાળા કિરદારના આજુબાજુના જ હોતા. તેમણે તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે મિત્રો પાસે કામ માગ્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે કોઇ પણ એક્ટર સારો એક્ટર નથી બની શકતો,

જો તે ચારે બાજુ કામ જ માગતો રહે. તેઓએ કહ્યુ- હું કામ માટે ચારે બાજુ પોતાને વેચી શકતો નહોતો અને મને એ પણ નહોતી ખબર કે બજાર કેવી રીતે ચાલે છે. હું એટલું જાણુ છુ કે મને જે ઓળખે છે અને તેમની પાસે મારા લાયક કામ રહ્યુ તો તે પોતે આપશે. સમીર ખખ્ખરે પોતાના કરિયરની શરૂઆત નુક્કડથી કરી હતી અને પછી તેમને સર્કસમાં ચિંતામણીનો રોલ મળ્યો. ઉલ્લેખનીય છે કે, સમીર હાલમાં જ રિલીઝ થયેલી શાહિદ કપૂરની વેબ સીરીઝ ‘ફર્ઝી’માં જોવા મળ્યા હતા.

Live 247 Media

disabled