આ ખૂબસુરત હસીનાઓ ઘણું બધું દેખાઈ જાય એવું પહેરી આઇટમ ડાન્સ માટે ચાર્જ કરે છે લાખો કરોડો રૂપિયા- સામંથાની ફિસ જાણી માથુ ચકરાઇ જશે - Chel Chabilo Gujrati

આ ખૂબસુરત હસીનાઓ ઘણું બધું દેખાઈ જાય એવું પહેરી આઇટમ ડાન્સ માટે ચાર્જ કરે છે લાખો કરોડો રૂપિયા- સામંથાની ફિસ જાણી માથુ ચકરાઇ જશે

બોલિવૂડથી લઈને ટોલીવુડ સુધી ધીમે ધીમે લોકોમાં આઈટમ નંબરનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલીક વાર ફિલ્મ ભલે હિટ ન હોય, પરંતુ આઈટમ નંબર્સ જોરદાર હિટ થતા હોય છે. કદાચ આ જ કારણ છે કે અભિનેત્રીઓ ગીત પર પરફોર્મ કરવા માટે તગડી ફી લે છે.

1.નોરા ફતેહી : નોરા ફતેહી બોલિવૂડ ફિલ્મોમાં હિટ આઈટમ નંબર આપવા માટે જાણીતી છે. નોરાનો ક્રેઝ લોકોના માથા પર છવાઈ જાય છે. ચાહકોનો આ પ્રેમ જોઈને નોરા કોઈપણ ગીત પર પરફોર્મ કરવા માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

2.સામંથા રુથ પ્રભુ : આ દિવસોમાં સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ દરેક જગ્યાએ ચર્ચામાં છે. ભાગ્યે જ કોઈ એવો હશે જેણે પુષ્પા ફિલ્મના ગીત ઓ અંતવા પર ઈન્સ્ટા રીલ નહિ બનાવી હોય. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, આ સુપરહિટ ગીત માટે સામંથા પ્રભુએ 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

3.કેટરીના કૈફ : બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ આજે જ્યાં પણ છે. ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. કેટરીના બોલિવૂડની ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક છે અને તે કોઈપણ ગીત પર પરફોર્મ કરવા માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

4.મલાઈકા અરોરા : મલાઈકા અરોરાએ અત્યાર સુધી બોલીવુડની ઘણી ફિલ્મોના સુપરહિટ ગીતો પર પરફોર્મ કર્યું છે. ડાન્સ નંબર માટે મલાઈકા 1 કરોડ રૂપિયા ફી લે છે. ફેન્સને મલાઈકાની દરેક સ્ટાઈલ પસંદ છે.

5.સની લિયોન : જોત જોતામાં સની લિયોન સિનેમા જગતમાં મોટું નામ બની ગઈ છે. સની જે ગીતમાં છે તે ગીત હિટ થવાની 100 ટકા ખાતરી છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના એક આઈટમ નંબરની ફી લગભગ 3 કરોડ રૂપિયા છે.

6.જેકલીન ફર્નાંડિસ : ફિલ્મ ભલે હિટ ન હોય, પરંતુ જેકલીન ફર્નાન્ડીઝના ગીતો ક્યારેય ફ્લોપ થયા નથી. રિપોર્ટ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ એક આઈટમ નંબર માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

7.ચિત્રાંગદા સિંહ : ચિત્રાંગદા સિંહ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, જે કોઈપણ આઈટમ નંબર પર પરફોર્મ કરવા માટે લગભગ 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ચિત્રાંગદાના આઈટમ નંબર પણ ખૂબ જ લોકપ્રિય છે.

Live 247 Media

disabled