જ્યારે ટાઇટ જીન્સ અને ગોગલ્સમાં સ્પોટ થઇ નોરા ફતેહી તો ઉડી ગયા લોકોના હોંશ, બતાવી એવી ચાલ કે...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

જ્યારે ટાઇટ જીન્સ અને ગોગલ્સમાં સ્પોટ થઇ નોરા ફતેહી તો ઉડી ગયા લોકોના હોંશ, બતાવી એવી ચાલ કે…જુઓ વીડિયો

ગોરે-ગોરે મુખડે પે કાલા-કાલા ચશ્મા… આ ગીત ભલે ઘણું જૂનું છે, પરંતુ હાલમાં જ્યારે નોરા ફતેહી સ્પોટ થઇ ત્યારે તેની સ્ટાઈલ જોઈ અચાનક જ આ ગીત જીભ પર આવી ગયું.બોલિવૂડમાં પોતાના ડાન્સ મૂવ્સ અને હોટનેસ માટે જાણીતી અભિનેત્રી નોરા ફતેહીને પેપરાજીઓએ આ સ્ટાઇલમાં પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન નોરાના ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ તો ફિદા થઇ ગયા હતા. નોરાની સુંદરતા અદ્ભુત છે, પરંતુ તેની સ્ટાઇલ તેને વધુ સુંદર બનાવે છે. આ વખતે પણ નોરા ફતેહીનો અલગ જ સ્વેગ જોવા મળ્યો હતો. ક્રોપ ટોપ અને ફીટ જીન્સમાં સજ્જ હસીના અદ્ભુત દેખાઈ રહી હતી.

નોરા તે સેલિબ્રિટી છે જે હંમેશા તેની સ્ટાઇલ માટે વખણાય છે. પછી તે બોડીકોન ડ્રેસ કેરી કરે કે પછી ગાઉન કે સાડી અથવા કેઝ્યુઅલ લુક. ફેશનમાં નોરાને પછાડવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય જેવું બની ગયું છે. આ દરમિયાનની નોરાની કેટલીક સિઝલિંગ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. નોરા આ તસવીરોમાં સિમ્પલ બ્લુ જીન્સ અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેેરેલી જોઇ શકા છે, પરંતુ તેની સ્ટાઈલ પર ફેન્સ મરી રહ્યા છે. જ્યાં ચાહકો નોરાના લુક અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેના ચાલવાની સ્ટાઈલની મજાક ઉડાવી રહ્યા છે.

એક યુઝરે કહ્યું કે તે સીધી કેમ નથી ચાલતી. નોરાના હાથમાં આ દરમિયાન પર્સ જોવા મળ્યુ હતુ, આ પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- સુકેશવાળુ પેકેટ.ડાન્સ દીવાને જુનિયર બાદ હવે નોરા ફતેહી ઝલક દિખલા જામાં માધુરી દીક્ષિત સાથે જોવા મળશે, તે આ શોને જજ કરતી જોવા મળશે. શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ તે પહેલા શૂટ દરમિયાન તેનો અવાર નવાર જોવા મળતો સ્ટાઈલિશ લુક દરેકના હોશ ઉડાવી રહ્યો છે. નોરા હાલમાં જ બ્લુ ગાઉનમાં સ્પોટ થઇ હતી, જેમાં તે મરમેઈડ જેવી લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી ડાન્સિંગ દિવાથી ફેશન દિવા બની છે. નોરાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સિઝલિંગ લુક અવારનવાર સમાચારોમાં રહે છે. નોરાની દરેક સ્ટાઇલ ફેન્સને તેના દિવાના બનાવે છે. નોરા ગમે તે કરે, તે લાઇમલાઇટમાં રહે છે. નોરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીનો અગાઉનો મ્યુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’ જબરદસ્ત હિટ રહ્યો હતો. વીડિયોમાં નોરાનો લુક શકીરાથી પ્રેરિત હતો. નોરાએ બેંગ ડાન્સ કર્યો હતો. નોરાના ગીતો ચાહકોમાં ઘણા લોકપ્રિય છે. નોરાના કરિયરની વાત કરીએ તો તેણે મોડલ અને ટેલેન્ટ એજન્સી ‘ઓરેન્જ મોડલ મેનેજમેન્ટ’ સાથે મોડલિંગની શરૂઆત કરી હતી.

નોરાને આ એજન્સી દ્વારા ભારત મોકલવામાં આવી હતી. નોરાએ ઘણી બ્રાન્ડ્સ માટે ઘણી જાહેરાતો કરી. તેણે 2014માં બોલિવૂડ ફિલ્મ ‘રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે ‘ડબલ બેરલ’ (મલયાલમ ફિલ્મ), ‘ટેમ્પર’, ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’, ‘કિક 2’ અને ‘મિસ્ટર એક્સ’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, જેમાં તેણે ખાસ ભૂમિકા ભજવી હતી. તેના ઘણા મ્યુઝિક વીડિયો પણ આવી ચૂક્યા છે અને તે બોલિવુડ ફિલ્મ ભૂજમાં પણ જોવા મળી હતી, આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. નોરાના આઇટમ નંબર્સ પણ ઘણા જ હિટ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled