નોરા ફતેહીએ કાળી બિકીનીમાં તસવીર શેર કરી ચાહકોને પૂછ્યુ- મારી સાથે વેકેશન પર કોણ આવવા માંગે છે, ચાહકોએ આપ્યા આવા જવાબ
કાળી બ્રા પહેરી નોરાએ ફેન્સને આમંત્રણ આપ્યું, ફેન્સ બોલ્યા ન દેખાડવાનું દેખાઈ રહ્યું છે, પેલા સરખા કપડાં પહેરી લે
શું તમે ગોર્જિયસ નોરા ફતેહી સાથે વેકેશન ટ્રિપ પર જવા માંગો છો ? આ સાંભળીને જ આંખો પહોળી થઇ ગઇ ને… ખૂબસુરત ગર્લ નોરા ફતેહી તેનું આગામી વેકેશન પ્લાન કરી રહી છે. નોરાએ તેના ચાહકોને તેની સાથે વેકેશન પર જવાની ઓફર કરી છે. નોરા ફતેહીએ બ્લેક બિકીમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પૂલ પાસે બેસી છે. તસવીરમાં નોરાની સાઈડ પ્રોફાઈલ દેખાઈ રહી છે. તે તેના મોબાઈલમાં કંઈક જોઈ રહી છે. નોરાએ આ તસવીર શેર કરવાની સાથે ખૂબ જ મજેદાર કેપ્શન આપ્યુ છે. નોરા ફતેહીએ લખ્યું- હું આગામી વેકેશન પ્લાન કરી રહી છું. કોણ મારી સાથે જોડાવા માંગે છે?
View this post on Instagram
બધા ચાહકો નોરા સાથે ટ્રિપ પર જવા માટે તેમની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. સાથે જ અભિનેત્રીના ગ્લેમરસ લુકના વખાણ પણ કરી રહ્યા છે. ચાહકોએ નોરાના લુકને હોટ અને સ્ટનિંગ ગણાવ્યો છે. લોકો ફાયર અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. એક યુઝરે ફની કમેન્ટ કરતા લખ્યું- તમારા દિલ પર તલ ખૂબ જ સુંદર છે. અન્ય વ્યક્તિએ લખ્યું- હું આવીશ. મને ડિટેલ મોકલો એક યુઝરે લખ્યું- હું તમારી સાથે જોડાવા માંગુ છું. આ ઉપરાંત એક વ્યક્તિની કમેન્ટ ખૂબ રમુજી છે. તેણે લખ્યું- પહેલા હું મારી મમ્મીને પૂછું. એવા ઘણા લોકો છે જે નોરા સાથે ટ્રીપ પર જવા માંગે છે.
View this post on Instagram
નોરા ફતેહીના આ બોલ્ડ ફોટો પર થોડા જ સમયમાં 12 લાખથી વધુ લાઈક્સ આવી ગઇ હતી.. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. નોરા ફતેહીના ઘણા મ્યુઝિક વીડિયો બેક ટુ બેક સુપર હિટ થયા છે. નોરા ફતેહી ફિલ્મનો પણ ભાગ રહી ચુકી છે અને ચાહકો હવે તેના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
પોતાના સુંદર દેખાવ અને કિલર ડાન્સ મૂવ્સથી લોકોના દિલો પર છવાઈ ગયેલી નોરા ફતેહીએ બ્લેક સ્વિમસૂટમાં પોતાની તસવીર સાથે ઇન્સ્ટા સ્ટોરીમાં વીડિયો પણ શેર કર્યા છે. નોરા નોરા ફતેહી હાલમાં વેકેશન મોડમાં છે અને દુબઈમાં રજાઓ માણી રહી છે. જણાવી દઈએ કે નોરા ફતેહીને થોડા અઠવાડિયા પહેલા કોરોના થયો હતો. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ નોરા ફરી એકવાર કામમાં લાગી ગઈ છે અને આનંદ પણ લઈ રહી છે. બ્લેક સ્વિમસૂટમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
નોરા ફતેહીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. ટ્રેડિશનલ ફોટોઝની સાથે તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ તસવીરો શેર કરે છે. 37.5 મિલિયન ફોલોઅર્સ ધરાવતી નોરાની દરેક પોસ્ટની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.