નોરા ફતેહીએ જીમમાં સાઇકલ પર બેસીને ન કરવાનું કર્યું તો જીમના ટ્રેનરથી પણ રહેવાયું નહિ અને કર્યું કંઈક આવું, જુઓ વીડિયો

ઉપ્સ….ફટકડી નોરાએ આખું જીમ ગજાવ્યું…વીડિયોમાં એવી હરકત કરીએ કે તમે ઊંચા નીચા થઇ જશો

હોટ અવતાર અને  જબરદસ્ત ડાન્સ મૂવ્સથી બોલીવુડ જગતમાં તહેલકો મચાવવા વાળી નોરા ફતેહી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હિન્દી ફિલ્મ ‘રોર – ટાઈગર્સ ઓફ ધ સુંદરવન’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નોરાએ સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી દીધી છે. ડાન્સ અને એક્સપ્રેશનથી દરેકના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર નોરા ફતેહી તેના ક્યૂટ અંદાજ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ વખતે જીમમાંથી નોરાનો બોલ્ડ અવતાર  સામે આવ્યો છે.

તાજેતરમાં, નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે.  ચાહકો આ વીડિયો ખુબ જ શેર કરી રહ્યા છે, નોરા ફતેહીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક વીડિયો સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તે બિકી પહેરીને જીમમાં પરસેવો વહાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા કસરત કરવા માટે જીમમાં ગઈ છે.

નોરા સાઇકલ પર બેસીને કસરત કરી રહી છે અને  અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. જેમાં તેનું હોટ ફિગર ખુબ જ સરસ રીતે ફ્લોન્ટ થઇ રહ્યું હતું. આ જોઈને જીમનો ટ્રેનર પણ પોતાને રોકી શક્યો નહિ અને તે પણ નોરાની સાથે ડાન્સ કરવાનું શરુ કરી દે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં નોરા જીમના બોડીકોન આઉટફિટમાં જોવા મળી રહી છે. આ બ્લેક કલરના આઉટફિટ પર નોરાના ખુલ્લા વાળ  ખુબ જ સરસ લાગી રહ્યા છે. ચાહકો આ વિડીયો પર કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી. નોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.  નોરા ઘણી વાર તેના જીમ અને  ડાન્સના વીડિયો  તેમજ  તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી હોય છે.

જણાવી દઈએ કે નોરા ફતેહીની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. નોરાએ દિલબર, કોકાકોલા જેવા ઘણા ગીતો પર પર્ફોમન્સ આપીને  ચાહકોના દિલ જીતી લીધા છે. બાળકથી લઈને મોટા લોકો સુધી દરેકને નોરાની સ્ટાઈલ ફોલો કરવી ગમે છે. તાજેતરમાં જ નોરા ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે તે હવે કેટલાક મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

disabled