આ અભિનેત્રીએ ભાંડો ફોડ્યો, બિઝનેસમેને કરી હતી સેલરીવાળી પત્ની બનવા માટે અધધધ લાખની ઓફર પછી દિવસ અને રાત બેડ પર ... - Chel Chabilo Gujrati

આ અભિનેત્રીએ ભાંડો ફોડ્યો, બિઝનેસમેને કરી હતી સેલરીવાળી પત્ની બનવા માટે અધધધ લાખની ઓફર પછી દિવસ અને રાત બેડ પર …

બોલિવુડ અભિનેત્રી નીતૂ ચંદ્રાએ હાલમાં જ પોતાની પર્સનલ લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યુ કે, પૈસાના બદલામાં તેને એક બિઝનેસમેને અજીબો ગરીબ ઓફર કરી હતી. ગરમ મસાલા, સિંઘમ 3 અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નીતૂ ચંદ્રાએ એક ઇન્ટરવ્યુમાં પોતાને લઇને એવો ખુલાસો કર્યો હતો કે તેણે બધાને હેરાન કરી દીધા હતા. નીતૂ ચંદ્રાએ જણાવ્યુ કેસ બિઝનેસમેને તેને પૈસાના બદલામાં સેલરીડ વાઇફ બનવાની ઓફર કરી હતી.

અભિનેત્રીએ કહ્યુ- એક મોટા બિઝનેસમેને મને ઓફર કરી હતી કે 25 લાખ રૂપિયાની સેલેરી પર તેની પત્ની બની જાઉ. મને સમજ ન આવ્યુ કે, 13 નેશનલ એવોર્ડ વિનર્સ સાથે ફિલ્મ કરવા છત્તાં પણ મને ના તો કામ મળી રહ્યુ છે અને ના તો પૈસા.નીતુ ચંદ્રાએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, “તમે મારી વાર્તાને ‘સફળ અભિનેત્રીની નિષ્ફળ વાર્તા’ કહી શકો. કલ્પના કરો કે મેં 13 એવોર્ડ વિજેતા કલાકારો સાથે કામ કર્યું છે. મોટી ફિલ્મો કરી છે. પરંતુ આજે મારી પાસે કોઈ કામ નથી. હું ચિંતિત હતી, પણ આટલું કામ કર્યા પછી, હું આ ઇન્ડસ્ટ્રીમાં અનિચ્છનીય અનુભવ કરી રહી છું.”

નીતુ આગળ કહે છે, ‘હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છું. એક કાસ્ટિંગ ડિરેક્ટર હતા, હું નામ આપીશ નહીં, તે ખૂબ પ્રખ્યાત છે. તેણે ઓડિશન લીધાના એક કલાક પછી કહ્યું, ‘સોરી નીતુ, આવું નહીં થાય.’ મતલબ કે તમે મને રિજેક્ટ કરવા માટે મારું ઓડિશન લઈ રહ્યા છો જેથી હું મારો આત્મવિશ્વાસ તોડી શકું. તમને જણાવી દઈએ કે નીતુ ચંદ્રાએ 2005માં અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ ‘ગરમ મસાલા’થી બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

આ સિવાય તેણે ‘ટ્રાફિક સિગ્નલ’, ’13B’, ‘ઓયે લકી! લકી ઓયે!’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નીતુ ચંદ્રાનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ચંપારણ ટોકીઝ’ પણ છે, જેના હેઠળ તેણે ‘દેસવા’ અને ‘મિથિલા માખણ’ જેવી બે ફિલ્મો પણ બનાવી છે. નોંધનીય છે કે નીતુ ચંદ્રાને તેની બે ફિલ્મો માટે એવોર્ડ પણ મળ્યા છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ફિલ્મ ‘નેવર બેક ડાઉનઃ રિવોલ્ટ’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

Live 247 Media

disabled