ધન તેરસના દિવસે આ રીતે કરે છે નીતા અંબાણી લક્ષ્મી પૂજન, એન્ટિલિયામાં બનાવવામાં આવ્યું છે ખાસ મંદિર, જુઓ તસવીરો

ધન તેરસના તહેવાર ઉપર હિન્દૂ ધર્મના લોકો મા લક્ષ્મીની પૂજા કરતા હોય છે. ત્યારે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી પણ પોતાના ઘરમાં લક્ષ્મી પૂજન કરે છે. આપણે સૌ જાણવા માંગતા હોઈએ છીએ કે નીતા અંબાણી કેવી રીતે લક્ષ્મી પૂજન કરતા હશે, તો આજે તમે તમને જણાવીશું કે એન્ટિલિયામાં બનેલા ખાસ મંદિરની અંદર નીતા અંબાણી કેવી રીતે લક્ષ્મી પૂજન કરે છે.

ધન તેરસના પ્રસંગે નીતા અંબાણી પોતાના ઘરે ખાસ આયોજન કરતા હોય છે. આ પૂજાની અંદર અંબાણી પરિવારના દરેક સભ્યો હાજર રહેતા હોય છે. નીતા અંબાણી આ પ્રસંગે લાખો રૂપિયાની કાંજીવરમ સિલ્ક સાડી પહેરે છે અને જવેલરી પણ પહેરે છે. અંબાણી પરિવારમાં હંમેશાથી ધન તેરસની પૂજા ખાસ રીતે કરવામાં આવે છે.

એન્ટિલિયાની અંદર નીતા અંબાણીનો એક ખાસ ઓરડો છે. જેમાં પ્રાચીન મૂર્તિઓ અને કલાકૃતિઓનું કલેક્શન છે. આ ઓરડાની અંદર ધનની દેવી લક્ષ્મી અને ગણેશજીની પ્રાચીન મૂર્તિઓ રાખવામાં આવી છે.

એન્ટિલિયામાં બનાવામાં આવેલા આ ખાસ ઓરડાની અંદર ધીરુભાઈ અંબાણીની પણ એક વિશાળ તસ્વીર છે. ધનતેરસના પ્રસંગે આ ઓરડાની ખાસ સજાવટ કરવામાં આવે છે.

ધનતેરસના પ્રસંગે નીતા અંબાણી ખાસ પ્રકારનું આયોજન કરે છે. નીતા અંબાણીના આખા પરિવાર માટે ધનતેરસની પૂજા ખુબ જ ખાસ હોય છે.

ધનતેરસ અને દિવાળીના પ્રસંગે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ખાસ રીતે સજાવવામાં આવે છે.  ધનતેરસની પૂજા પ્રસંગે તેમની દીકરી ઈશા અંબાણી પણ જરૂર આવે છે. અને પરિવારના દરેક સદસ્યો સાથે મળી અને પૂજા કરતા હોય છે.