મોંઘી ઘડિયાળોથી બેશકિંમતી ઘરેણાઓ સુધી, આ છે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના 5 મોંઘા શોખ - Chel Chabilo Gujrati

મોંઘી ઘડિયાળોથી બેશકિંમતી ઘરેણાઓ સુધી, આ છે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના 5 મોંઘા શોખ

દેશના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સફળ બિઝનેસમેનની લિસ્ટમાં થાય છે. પણ વાત જો તેની પત્ની નીતા અંબાણીની કરવામાં આવે તો તે પણ પણ સફળ બિઝનેસ વુમેન છે. નીતા અંબાણી મોંઘી મોંઘી વસ્તુઓની પણ ખુબ જ શોખીન છે, પછી તે ઘરેણા, બેગ્સ, કે સાડી પણ કેમ ન હોય. આજે અમે તમને નીતા અંબાણીના મોંઘા શોખ વિશે જણાવીશું.

નીતા અંબાણીની સવાર ત્રણ લાખના કપમાં ચા પીને થાય છે. અંબાણી હાઉસમાં જાપાનના સૌથી જુના ક્રોકરી બ્રાન્ડ્સના ચા ના કપ છે, જેના એક સેટની કિંમત 3 લાખ રૂપિયા છે.

નીતા અંબાણી દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડ્સના હેંડબેગ ઉપીયોગમાં લે છે. પાર્ટી કે ઇવેન્ટમાં તે હંમેશા અલગ અલગ બેગ્સ સાથે જોવા મળે છે. તેના પર્સ કલેક્શનમાં શનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચુ જેવી બ્રાન્ડ્સ શામિલ છે.જેની કિંમત 3 થી 4 લાખ રૂપિયા હોય છે.

નીતા અંબાણીને સ્ટાઈલિશ ફૂટવેરનો પણ ખુબ જ શોખ છે. નિતાજી પાસે પેડ્રો, ગાર્સીયા, જિમ્મી ચુ, પેલમોડા, માર્લિન બ્રાન્ડ્સના જૂતા-ચપ્પલ હોય છે, જેની શરૂઆતની કિંમત 5 લાખ રૂપિયા છે. માનવામાં આવે છે કે તે એકવાર ચપ્પલ પહેર્યા પછી ફરીથી રિપીટ નથી કરતી.

નિતાજીને વેસ્ટર્ન ડ્રેસની સાથે સાથે સાડીઓનો પણ ખુબ જ શોખ છે. પરિવારના ખાસ ફંક્શનમાં તે સુંદર સુંદર સાડીઓમાં જોવા મળે છે.જાણવા મળ્યું છે કે નિતાજીએ આકાશ અંબાણીની સગાઈમાં જે સાડી પહેરી હતી તેની કિંમત 40 લાખ રૂપિયા છે. સાડીની સાથે નિતાજી કિંમતી ઘરેણાઓ પણ પહેરે છે.

નીતા અંબાણીને મોંઘી ઘડિયાળોનો પણ ખુબ જ શોખ છે. નિતાજીના ઘડિયાળના ક્લેશકનમાં બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચી, કેલ્વિન અને ફોસિલ જેવી બ્રાન્ડ્સ શામિલ છે, જેની કિંમત દોઢ થી બે લાખ રૂપિયા છે.

નિતાજી પાસે ગાડીઓનો પણ ભરપૂર ભંડાર છે. જો કે તેની સૌથી પ્રિય કાર મેબૈક 62 છે. જે મુકેશજીએ તેને લંડનથી લાવીને ભેટમાં આપી હતી. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા આસપાસ છે.

Live 247 Media

disabled