ગુજરાતી બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલી એવા કપડા પહેરી મોડી રાત્રે પાર્ટી કરવા નીકળી કે મોઢામાંથી તો નીકળી જશે બૂમ - Chel Chabilo Gujrati

ગુજરાતી બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલી એવા કપડા પહેરી મોડી રાત્રે પાર્ટી કરવા નીકળી કે મોઢામાંથી તો નીકળી જશે બૂમ

બિગબોસ ફેમ નિક્કી તંબોલી તેની બોલ્ડ શૈલીથી પ્રભુત્વ ધરાવે છે. નિક્કી તંબોલીએ હાલમાં જ તેનો 21મી ઓગસ્ટે જન્મદિવસ ઉજવ્યો હતો. હવે આ સાથે જોડાયેલી તસવીરો સામે આવી રહી છે, જેમાં નિક્કી તંબોલી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. નિક્કીની આ દરમિયાનની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં અભિનેત્રી કેક કાપતી પણ જોવા મળી રહી છે. પરંતુ લોકોનું ધ્યાન કેક કરતાં વધારે તો તેના ડ્રેસ પર જ અટકેલુ છે. નિક્કી અવાર નવાર તેની બોલ્ડનેસથી ચાહકોને ઘાયલ કરતી રહે છે.

બર્થ ડે સેલિબ્રેશનના લુકની વાત કરીએ તો, આ દરમિયાન નિક્કી બ્લેક ટાઇટ ડ્રેસમાં જોવા મળી હતી. નિક્કીની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન નિક્કી તંબોલી બ્લેક લેટીસ ડ્રેસ પહેર્યો છે અને આ દરમિયાન તે ઘણી બોલ્ડ પણ લાગી રહી છે. નિક્કીએ મેકઅપ અને હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે તેના ખુલ્લા વાળ તેની હોટનેસમાં વધારો કરી રહ્યા હતા. જણાવી દઇએ કે, ‘બિગ બોસ 14’નો ભાગ બન્યા બાદથી નિક્કીના નસીબે વળાંક લીધો છે.

આજે તેને ઘણી લોકપ્રિયતા મળી છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે. બીજી તરફ નિક્કી પણ સમયની સાથે વધુ બોલ્ડ બની રહી છે. લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી પરથી તો નજર હટાવવી પણ મુશ્કેલ બની રહી છે. નિક્કી તંબોલીએ વિશ્વભરના તેના ચાહકો પર તેના સિઝલિંગ પર્ફોર્મન્સનો જાદુ ચલાવ્યો છે. આજે ફેન્સ તેની સ્ટાઈલને ખૂબ ફોલો કરે છે. આવી સ્થિતિમાં નિક્કીના ચાહકોની યાદી પણ સતત વધી રહી છે. અભિનેત્રી પણ પોતાની સ્ટાઈલથી હંમેશા ફેન્સને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ દરમિયાન હવે ફરી એકવાર નિક્કીએ પોતાનો બોલ્ડ અવતાર બતાવીને ચાહકોને ખુશ કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નિક્કી તંબોલી તેની એક પોસ્ટને લઇને ઘણી ચર્ચામાં આવી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં તેણે તેના ‘પ્રેમ’ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નિક્કીએ સોશિયલ મીડિયા પર જે બે તસવીરો શેર કરી હતી, તેમાં તે એન્ટરપ્રીન્યોર મનન શાહ સાથે જોવા મળી રહી હતી. પોસ્ટ શેર કરી તેણે તેના લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

જણાવી દઇએ કે, મનન શાહ ગુજરાતી બિઝનેસમેન છે. નિક્કીએ જે તસવીરો શેર કરી હતી તે મનનના જન્મદિવસની હતી. નિક્કીએ આ તસવીરો શેર કરતા સુંદર કેપ્શન પણ લખ્યું હતુ, જે વાંચી બધા અનુમાન લગાવી રહ્યા છે નિક્કી મનનને ડેટ કરી રહી છે અને તેણે તેના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે. નિક્કીએ લખ્યું, ‘અમારો પ્રેમ જે રીતે આવ્યો તેટલો જ સાચો અને સૌમ્ય છે. મારા લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા.’

મનન શાહ એક ઉદ્યોગસાહસિક છે અને ‘Avalance’ સ્થાપક છે. જ્યારે નિક્કી તંબોલી સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેણે અસલી ઓળખ ‘બિગ બોસ 14’થી મેળવી અને પોતાના બોલ્ડ અવતારથી લોકોનું મનોરંજન કર્યું. આ ઉપરાંત, તે તેની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ ‘કંચના 3’થી પ્રખ્યાત થઈ.

 

View this post on Instagram

 

A post shared by HUNGAMA (@hungamastudioofficial)

Live 247 Media

disabled