નિક્કી તંબોલીએ પાણીમાં ભીગતા કર્યો હુસ્નનો વરસાદ, લોકોએ કહ્યુ- બતાવવાનું પણ નથી આવડતુ અને છુપાવવાનું પણ નહિ - Chel Chabilo Gujrati

નિક્કી તંબોલીએ પાણીમાં ભીગતા કર્યો હુસ્નનો વરસાદ, લોકોએ કહ્યુ- બતાવવાનું પણ નથી આવડતુ અને છુપાવવાનું પણ નહિ

બિગ બોસ અને ખતરો કે ખિલાડી ફેમ નિક્કી તંબોલી પોતાનું હોટ ફિગર બતાવવામાં ક્યારેય પાછળ નથી રહેતી. નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના હોટ ફોટોઝથી ફેન્સનું દિલ ઘાયલ કરતી રહે છે. ફરી એકવાર નિક્કીએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. નિક્કી તંબોલીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તે મલ્ટી બિકીનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ દરમિયાન તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે સ્વિમિંગ પુલમાં તેની સુંદરતાનો આનંદ માણતી જોવા મળે છે.

નિક્કી તંબોલીની હોટ સ્ટાઈલ તેના ચાહકોને દિવાના બનાવી રહી છે. ચાહકો નિક્કી તંબોલીના હોટ ફિગરના વખાણ કરી રહ્યા છે. નિક્કીના આ વીડિયો પર એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે તેને કેવી રીતે છુપાવવું તે આવડતું નથી, અને કેવી રીતે બતાવવું તે પણ આવડતું નથી. નિક્કી તંબોલી જે રીતે ફેન્સમાં ફેમસ છે તે જોઈને અંદાજો લગાવી શકાય છે કે તેની દરેક પોસ્ટ અવાર નવાર વાયરલ થાય છે.નિક્કીની સેક્સી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

દર વખતની જેમ આ વખતે પણ નિક્કીને ચાહકોના પ્રેમ અને વખાણની સાથે સાથે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયોની સાથે નિક્કીના બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગી રહ્યુ છે. આ વીડિયો શેર કરતી વખતે નિકીએ કેપ્શનમાં લખ્યું- ‘ગોવા વાઇબ્સ’. આ વીડિયોમાં નિક્કી તંબોલી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે અને તેના ચહેરા પર વેકેશનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એક્ટ્રેસનો આ વીડિયો જોઈને ઘણા લોકો તેના ફિટ ફિગરનું સિક્રેટ પૂછી રહ્યા છે અને ઘણા ફેન્સ તેને ટિપ્સ પણ પૂછતા જોવા મળે છે.

લોકો પૂછી રહ્યા છે કે વેકેશનમાં તેમની સાથે બીજું કોણ આવ્યું છે. ઘણા લોકોએ તેના કથિત બોયફ્રેન્ડ મનન શાહને ટેગ કરવાનું પણ શરૂ કરી દીધું છે.બિગ બોસ 14માં ભાગ લીધા બાદ નિક્કી તંબોલી એક જાણીતું નામ બની ગયું છે. નિક્કી તંબોલી કેટલાક લોકપ્રિય ટેલિવિઝન સેલેબ્સ સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. જણાવી દઇએ કે, નિક્કી કંચના 3 નામની તમિલ ફિલ્મમાં જોવા મળી હતી, જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાંની એક બની હતી.

આ સિવાય અભિનેત્રીએ બે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નિક્કી સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11માં પણ જોવા મળી હતી અને બાદમાં તે અનેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તાજેતરમાં નિક્કી, હર્ષ લિમ્બાચિયા, પુનિત પાઠક, અબ્દુ અને અન્ય લોકો સાથે મનોરંજન આધારિત શો એન્ટરટેઈનમેન્ટ કી રાત- હાઉસફુલમાં ફન ગેમ્સ રમતી જોવા મળી હતી. આ સાથે નિક્કી સોશિયલ મીડિયા પર હાઈ-એન્ડ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરવામાં પણ વ્યસ્ત છે.

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Live 247 Media

disabled